ઓ બ્રાયન બાદ લોકસભામાં કોંગ્રેસ સહિત વિપક્ષના 14 સાંસદ આખા સત્ર માટે સસ્પેન્ડ
- કોંગ્રેસના 5 સાંસદને અનાદરપૂર્ણ વર્તન બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા
- સંસદની સુરક્ષામાં થયેલી ચૂકને લઈને લોકસભામાં મચ્યો ભારે હોબાળો
નવી દિલ્હી, 14 ડિસેમ્બર : બુધવારે થયેલી સંસદની સુરક્ષામાં ચૂકના મુદ્દે વિરોધ પક્ષોએ લોકસભા અને રાજ્યસભામાં હોબાળો મચાવ્યો અને ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનની માંગ કરી હતી. આ દરમિયાન, ગઈકાલની આ ઘટના અંગે આજે સંસદના બંને ગૃહમાં ભારે ઊહાપોહ મચાવ્યો હતો. બંને ગૃહના અધ્યક્ષ દ્વારા વિપક્ષોને વારંવાર વિનંતી કરવા છતાં અને વારંવાર ચર્ચાની ખાતરી આપવા છતાં વિપક્ષોએ હોબાળો ચાલુ રાખ્યો હતો જેને પગલે લોકસભા અધ્યક્ષે કોંગ્રેસ સહિત વિપક્ષોના કુલ 14 સભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ હંગામો મચાવવા અને “અનાદરપૂર્ણ વર્તન” આરોપસર શિયાળુ સત્રના બાકીના સમય માટે આ 14 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરી દીધા છે. આ અગાઉ રાજ્યસભામાં પણ ટીએમસીના સાંસદ ડેરિક ઓ બ્રાયને અસાધારણ હોબાળો કરતા અને ગૃહની મધ્યમાં આવીને સૂત્રોચ્ચાર કરતા અધ્યક્ષ જપદીપ ધનખડે ટીએમસી સાંસદને આખા શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા હતા.
#WATCH कांग्रेस के पांच लोकसभा सांसदों- टीएन प्रतापन, हिबी ईडन, एस. जोथिमणि, राम्या हरिदास और डीन कुरियाकोस को “अपमानजनक व्यवहार” के लिए शीतकालीन सत्र के शेष भाग के लिए लोकसभा से निलंबित कर दिया गया। pic.twitter.com/zGBDjdsHHy
— ANI_HindiNews (@AHindinews) December 14, 2023
સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ લોકસભામાં જણાવ્યું હતું કે, “અમે બધા સહમત છીએ કે બુધવારની દુર્ભાગ્યપૂર્ણ ઘટના લોકસભાના સભ્યોની સુરક્ષામાં ગંભીર ચૂક હતી અને લોકસભાના અધ્યક્ષની સૂચનાથી આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે. આ મુદ્દે કોઈ સભ્ય પાસેથી રાજનીતિની અપેક્ષા નથી, અમારે પક્ષના રાજકારણથી ઉપર ઉઠીને કામ કરવું પડશે.” ભૂતકાળમાં પણ સંસદમાં સુરક્ષા ચૂકની આવી ઘટનાઓ બની છે અને તત્કાલિન લોકસભા સ્પીકરની સૂચના મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
14 સાંસદો પહેલા અન્ય સાંસદ ડેરેક ઓ બ્રાયન પણ સસ્પેન્ડ
આ પહેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ ડેરેક ઓ બ્રાયનને પણ રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમના સસ્પેન્શનને લઈને વિપક્ષી પાર્ટીઓના સાંસદોએ રાજ્યસભામાં હોબાળો મચાવ્યો હતો. આ પછી રાજ્યસભાની કાર્યવાહી 3 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
આ પણ જુઓ :TMC સાંસદ ડેરેક ઓ બ્રાયન રાજ્યસભામાંથી આખા સત્ર માટે સસ્પેન્ડ