ટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગનેશનલ

દૂધના ભાવવધારા બાદ એક્સપ્રેસ-વે પરના ટોલમાં પણ વધારો, આજથી જ નવા દરો લાગુ

  • NHAI એ સમગ્ર દેશમાં ટોલ દરમાં સરેરાશ પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે એક્સપ્રેસ વેનો ઉપયોગ કરતા વાહનચાલકોએ હવે સોમવારથી વધુ પૈસા ચૂકવવા પડશે

દિલ્હી, 3 જૂન: અમૂલ અને મધર ડેરીઓ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તો એ સાથે જ એક્સપ્રેસ વેનો ઉપયોગ કરતા વાહનચાલકોએ આજ એટલે કે 3 જૂન અને સોમવારથી જ વધુ પૈસા ચૂકવવા પડશે. ચૂંટણી પૂરી થતાની સાથે જ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ સમગ્ર દેશમાં ટોલ દરોમાં સરેરાશ પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. દર વર્ષે 1 એપ્રિલના રોજ ટોલ દરોમાં સુધારો કરવામાં આવે છે. પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીને કારણે વધારો મોકૂફ રાખવામાં આવ્યો હતો.

NHAIના એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે, ‘નવા ટોલ દર 3 જૂનથી લાગુ થશે. જથ્થાબંધ ભાવ સૂચકાંક (CPI) આધારિત ફુગાવાના ફેરફારો સાથે જોડાયેલા દરોમાં સુધારો કરવાની વાર્ષિક કવાયતનો એક ભાગ ટોલ દરોમાં ફેરફાર છે. નેશનલ હાઈવે પર લગભગ 855 ટોલ પ્લાઝા છે, જે નેશનલ હાઈવે ફી (દર નિર્ધારણ અને સંગ્રહ) નિયમો, 2008 મુજબ વસૂલવામાં આવે છે. તેમાંથી 675 જાહેર ભંડોળથી ચાલતા ટોલ પ્લાઝા છે. જ્યારે 180 કન્સેશનર દ્વારા સંચાલિત છે.

આ પણ વાંચો: ફ્રીમાં ટોલ પ્લાઝા કરો પાર! આ નિયમ અનુસાર એક પણ રૂપિયો ચૂકવવો પડશે નહીં

દર વર્ષે ટોલ ફી વધારવાની જોગવાઈ

દિલ્હી મેરઠ એક્સપ્રેસવે, ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે, દિલ્હી-હાપુર એક્સપ્રેસવે અને ગાઝિયાબાદ-અલીગઢ હાઈવે પર ટોલ વસૂલવાની જવાબદારી ખાનગી કંપનીઓ પર છે. કોન્ટ્રાક્ટ મુજબ દર વર્ષે ટોલ ફી વધારવાની જોગવાઈ છે, પરંતુ આ કંપનીઓને ટોલના દર નક્કી કરવાનો અધિકાર નથી, તેના બદલે NHAI પોતે જ દર નક્કી કરે છે.

ટોલમાં વધારો થતાં કેટલા રુપિયા વધુ ચૂકવવા પડશે?

દિલ્હી (સરાઈ કાલે ખાન) થી મેરઠ સુધીની મુસાફરી માટે ખાનગી વાહનોને વન-વે મુસાફરી માટે રૂ. 160નો ટોલ ચૂકવવો પડતો હતો, જે વધીને હવે રૂ. 168 ચૂકવવો પડશે અને કોમર્શિયલ વાહનો (એલસીવી)ને 250 રુપિયા ચૂકવવો પડતો હતો જે હવે વધીને 262 ચૂકવવાનો રહેશે. તેવી જ રીતે દિલ્હી (સરાઈ કાલે ખાન) થી હાપુડ સુધીના ખાનગી વાહનો માટે ટોલ ફી રૂ. 165 થી વધીને રૂ. 173 ચૂકવવા પડશે, જ્યારે હળવા કોમર્શિયલ વાહનો (LCV) માટે રૂ. 265ને બદલે રૂ. 278 વસૂલવામાં આવશે. ગાઝિયાબાદ અને અલીગઢ વચ્ચે લુહારલી ટોલ પર ખાનગી વાહનોને 140 રૂપિયા ચૂકવવા પડતા હતા જે હવે વધીને 147 રૂપિયા થઈ જશે.

આ પણ વાંચો: Amul નો ગ્રાહકોને ઝટકો, દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીંક્યો, કાલથી અમલવારી

Back to top button