ધર્મ

એપ્રિલ માસમાં મંગળ, સૂર્ય, શુક્ર બાદ હવે બુધ પણ રાશિ બદલશે, રાજકીય ફેરફારના સંકેત

  • એક જ મહિનામાં ચાર ગ્રહોનું રાશિ પરિવર્તન
  • જેના કારણે રાજકીય ફેરફાર-ઉથલપાથલના સંકેતો
  • ગ્રહોના રાશિ પરીવર્તનથી શેરબજારમાં પણ મોટી વધ-ઘટ

માર્ચ મહિનામાં પણ મંગળ, સૂર્ય અને શુક્ર પોતાની રાશિ બદલી છે. ત્યારબાદ હવે બુધ બદલાવા જઈ રહ્યો છે. ત્રણથી વધારે ગ્રહો જ્યારે આવી સ્થિતીમાં આવે અને એ પણ એક જ મહિનાના ગાળામાં રાશિ પરીવર્તન કરે તો તેની અસર દેશકાળ પર થતી હોય છે. તેમજ રાજકીય ફેરફાર, ઉથલપાથલ તેમજ ઘર્ષણ થઈ શકે છે. આ ઉપરાંત શેર બજાર તેમજ કિંમતી ધાતુઓના બજારમાં મોટી વધ ઘટ થતી હોય છે. જેને પગલે નાના રોકાણકારોએ આવા સમયમાં બજારથી દૂર રહેવું જોઈએ.

આ પણ વાંચો : મીનમાં અસ્ત થયો ગુરૂઃ આ પાંચ રાશિના લોકો એક મહિનો રહે સાવધાન

જ્યોતિષશાસ્ત્ર અનુસાર 12 માર્ચ રવિવારની રોજ 8.37 કલાકે શુક્ર ગ્રહે મીન રાશિ છોડીને મેષ રાશિ છોડીને મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે. મેષ રાશિ કે જે શુક્ર અને મંગળની નકારાત્મક રાશિ છે, તે 6 એપ્રિલ સવારે 11.00 વાગ્યા સુધી આજ રાશિમાં રહેશે. ગ્રહોના સેનાપતિ તરીકે જાણીતો મંગળ 13 માર્ચે સવાકે 5.33 કલાકે મિથુન રાશિમાં પ્રવેશ કર્યો હતો, જે 10 મેના રોજ બપોરે 2.14 વાગ્યા સુધી આ જ રાશિમાં રહેશે.

ગ્રહોનું રાશિ પરિવર્તન

જો ગ્રહોના રાજા સૂર્યના વાત કરીએ તો 15 માર્ચે સવારે 6.47 કલાકે મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો, જે 14 એપ્રિલ બપોરે 3.12 કલાક સુધી રહેશે. સુર્ય મીન રાશિ એટલે દ્વિ સ્વભાવ રાશિમાં રહેશે તો તેને પગલે રાજકીય ક્ષેત્રે ઉથલપાથલ થઈ શકે છે. ગ્રહોનો રાજકુમાર બુધ જેના શામાં તર્ક વિતર્ક સમાચાક બુદ્ધિ તેમજ બજારોમાં માટી હલચલ કે વધઘટનો ગ્રહ માનવામાં આવે છે. જે 16 માર્ચે સવારે 10.54 કલાકે મીન રાશિમા પ્રવેશ કર્યો છે. જ્યાં તે નીચેનો એટલે કે નબળો બન્યો છે. જે વ્યક્તિગત રાશિઓ માટે બજારો માટે અને રાજકીય સમાચાર જગત માચે ઉથલપાથલકાર નકારાત્મક અને આજ બુધ 31 માર્ચના રોજ 3.01 કલાકે મેષ રાશિમાં પ્રવેશ કરશે. જે 7 જૂન સુધી રહેશે.

આ પણ વાંચો : આ બે રાશિના લોકો નથી બની શકતા સારા કપલઃ સતત થાય છે લડાઇ ઝઘડા

ત્રણથી વધારે ગ્રહોનું પરિવર્તનની રાશિ પર અસર

જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈપણ એક મહિનામાં જ્યારે પણ ત્રણથી વધારે ગ્રહોનું પરિવર્તન થાય છે ત્યારે 12 રાશિ પૈકીની અમુક રાશિના લોકો પર તેની સકારાત્મક કે નકારાત્મક ગાઢ અસર પડે છે. આ માર્ચ મહિનામાં પણ મંગળ, સૂર્ય, શુક્ર પોતાની રાશિ બદલી છે અને હવે બુધ બદલવા જઈ રહ્યો છે. જે રાશિ ને અશુભ પ્રભાવ થતો હોય તેના નિવારણ માટે સૂર્યનારાયણની આરાધના કરવી ગાયત્રી મંત્ર જાપ કરવા અને રવિવારના ઉપવાસ કરવા તેમજ પોતાના ઇષ્ટદેવ દેવી-દેવતા ની આરાધના કરવી જેનાથી ઉપરોક્ત સમય શાંતિથી પસાર થઈ જાય છે નુકસાનમાંથી બચી શકાય છે. ‘

ગ્રહોનું રાશિ પરિવર્તન

આ રાશિના જાતકોને થશે લાભ

આ ગ્રહોના પરિવર્તનથી વૃષભ, મિથુન, કન્યા , તુલા અને ધન અને મીન રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. તેમજ તેમને નાણાકીય બાબતોમાં પણ લાભ મળશે. મા લક્ષ્મીના આશીર્વાદથી દરેક ક્ષેત્રમાં સફળતા મળ,સમાજમાં માન-સન્માન વધશે, કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થઈ શકે, આવી સ્થિતિમાં પ્રમોશન પણ મળી શકે છે અને વેપારી વર્ગના લોકોને પણ ફાયદો થઈ શકે છે.

આ રાશિના જાતકોએ સાવધાન રહેવું

આ ગ્રહોના પરિવર્તનથી વૃશ્ચિક, મકર અને કુંભ રાશિ માટે સંભાળી ને ચાલવાનો સમય છે. નાના મોટા નુકશાન, તકલીફ, સમસ્યા વિઘ્નો આવી શકે. મેષ, કર્ક તેમજ સિંહ રાશિ માટે મધ્યમ સમય ગણી શકાય આ રાશિ ને કોઈ ખાસ અશુભ અસર નહિ થાય.

Back to top button