લગ્ન પછી રકુલ અને જેકી માટે અયોધ્યાના રામ મંદિરથી આવ્યો પ્રસાદ
મુંબઈ, 26 ફેબ્રુઆરી : બોલિવૂડ એક્ટ્રેસ રકુલપ્રીત સિંહ અને જેકી ભગનાનીએ તાજેતરમાં જ લગ્ન કર્યા છે. આ કપલના લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. લગ્ન બાદ અભિનેત્રી તેના દરેક ફંક્શનની ઝલક તેના ચાહકો સાથે શેર કરી છે. આ દરમિયાન, લગ્ન બાદ આ કપલે શ્રી રામના આશીર્વાદ પણ મેળવ્યા છે, જેની એક ઝલક અભિનેત્રીએ તેના ચાહકોને બતાવી છે. જે તેણીની અત્યાર સુધીની સૌથી ખાસ ભેટ છે.
રકુલ અને જેકીને મળ્યા શ્રી રામના આશીર્વાદ
રકુલપ્રીત સિંહે તેના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. આ સ્ટોરીમાં અભિનેત્રીએ અયોધ્યાથી આવેલા પ્રસાદની એક ઝલક ચાહકો સાથે શેર કરી છે. આ સાથે એક તસવીરમાં એક બોક્સ દેખાય છે જેમાં રામ મંદિરની નાની પ્રતિકૃતિ અને ચાંદીનો સિક્કો રાખવામાં આવ્યો છે. આ સાથે બોક્સમાં એક પુસ્તક પણ દેખાય છે, જેના પર પ્રસાદમ લખેલું છે. આ ખાસ પ્રસાદ અયોધ્યાથી દંપતીને તેમના લગ્નની ઉજવણી માટે મોકલવામાં આવ્યો છે. ભગવાન શ્રી રામ તરફથી આ ભેટ અને આશીર્વાદ મળ્યા બાદ દંપતી ખૂબ જ ખુશ છે.
આ તસવીર શેર કરતી વખતે રકુલે પોતાની ખુશી પણ વ્યક્ત કરી છે. તેણે તસવીર સાથે લખ્યું છે કે – અમારા લગ્ન બાદ અયોધ્યાથી પ્રસાદ મેળવીને અમે ખૂબ જ ધન્યતા અનુભવી રહ્યા છીએ. આ ખરેખર અમારી યાત્રાની દિવ્ય શરૂઆત છે.
રકુલ અને જેકીએ ગોવામાં લગ્ન કર્યા
રકુલપ્રીત સિંહ અને જેકી ભગનાની કાયમ માટે એકબીજાના બની ગયા છે. આ કપલે 21 ફેબ્રુઆરીએ ગોવામાં સંપૂર્ણ રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા હતા. રકુલપ્રીત અને જેકી ભગનાનીના લગ્ન બે રીતે થયા. પહેલા બંનેએ શીખ અને પછી સિંધી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા. આ કપલે બંને માટે અલગ-અલગ લુક પણ સિલેકટ કર્યા હતા, જેમાં બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા હતા. આ કપલના લગ્નમાં બોલિવૂડના તમામ સ્ટાર્સે હાજરી આપી હતી અને તેઓએ એક ભવ્ય રંગ જમાવ્યો હતો.
મુંબઈમાં યોજાશે વેડિંગ રિસેપ્શન
લગ્ન પછી રકુલ અને જેકીએ મીડિયા સામે પોઝ આપ્યા અને તેમને મીઠાઈ પણ વહેંચી. તે જ સમયે, હવે રકુલપ્રીત અને જેકી ભગનાની મુંબઈમાં ભવ્ય રિસેપ્શન આપવાના છે. હાલમાં, કપલના લગ્નના રિસેપ્શનની તારીખ જાહેર કરવામાં આવી નથી.
આ પણ વાંચો : વોટ્સએપનું એક મહત્ત્વપૂર્ણ ફીચર જેમાં યુઝર્સ રિપોર્ટ કરેલી ચેનલ્સની વિગતો જોઈ શકશે