ટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટીવર્લ્ડવિશેષ

નૂડલ્સ બનાવતાં બનાવતાં ઇલેક્ટ્રિક કાર બનાવવા લાગ્યા, પ્રેરણાદાયક છે આ સફર

વિયેતનામ, 09 જાન્યુઆરી : VinFast એ વિયેતનામની મુખ્ય ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની છે. કંપનીના સ્થાપક અને CEO ફામ નહત વુઓંગને ભારતીય બજાર પાસેથી ઘણી અપેક્ષાઓ છે. તે તમિલનાડુમાં ઈલેક્ટ્રિક વાહન અને બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે 2 બિલિયન ડોલરનું રોકાણ કરશે.

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. ગત વર્ષ 2023માં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં જબરદસ્ત વધારો થયો છે. ગ્રાહકોની રુચિ અને વધતી માંગને કારણે ઘણી વિદેશી કંપનીઓની નજર ભારતીય બજાર પર છે. અમેરિકન ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ભારતમાં પ્રવેશવાની યોજના બનાવી રહી છે. આ દરમિયાન, વિયેતનામની કંપની વિનફાસ્ટે પણ ભારતમાં ધમાકેદાર એન્ટ્રી કરવાનો પ્લાન બનાવ્યો છે. કંપનીએ તમિલનાડુમાં ઇલેક્ટ્રિક વ્હીકલ અને બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે કરાર પર હસ્તાક્ષર પણ કર્યા છે.

આ કરાર હેઠળ કંપની તમિલનાડુમાં 2 અબજ ડોલર (અંદાજે રૂ. 1,66,21 કરોડ)નું રોકાણ કરશે. આ કંપનીના સ્થાપક અને સીઈઓ ફામ નહત વુઓંગને ભારતીય બજાર પાસેથી ઘણી અપેક્ષાઓ છે. કદાચ આ જ કારણ છે કે 2017માં શરૂ થયેલી ઈલેક્ટ્રિક વ્હીકલ કંપની VinFast સતત ખોટ સહન કરવા છતાં પણ ભારતમાં મોટું રોકાણ કરી રહી છે.

વિયેતનામમાં વુઓંગએ દેશના પ્રથમ અબજોપતિ અને પેરેન્ટ કંપની Vinggroup જોઈન્ટ સ્ટોક કંપનીના સ્થાપક અને અધ્યક્ષ છે. Vinggroup એ વિયેતનામનું સૌથી મોટું ઔદ્યોગિક જૂથ છે, જે ટેક્નોલોજી ઉદ્યોગ, રિયલ એસ્ટેટ, રિટેલ અને હેલ્થકેરથી લઈને હોસ્પિટાલિટી સુધીના વ્યવસાયોમાં તેમનું નામ છે. આ જૂથની સ્થાપના યુક્રેનમાં 1993માં પ્રોપર્ટી ડેવલપર અને ઉદ્યોગસાહસિક વુઓંગ દ્વારા ટેક્નોકોમ તરીકે કરવામાં આવી હતી અને તે મૂળ રીતે ખાદ્ય ઉત્પાદનોનું ઉત્પાદન કરતી હતી.

ફામ નહટ વુઓંગ કોણ છે

વુઓંગનો જન્મ 5 ઓગસ્ટ 1968ના રોજ હનોઈમાં થયો હતો, તેમનો પરિવાર ઉત્તર-મધ્ય વિયેતનામના હા તિન્હથી આવે છે. તેમના પિતા વિયેતનામ આર્મીના એર ડિફેન્સ ડિવિઝનમાં સેવા આપી ચૂક્યા છે અને માતા હૈ ફોન્ગર જે ચાની દુકાન ચલાવતા હતા. વુઓંગ હનોઈમાં ઉછર્યા અને 1985માં કિમ લિએન સ્કૂલમાંથી સ્નાતક થયા.

1987માં, તેમણે હનોઈ યુનિવર્સિટી ઓફ માઈનિંગ એન્ડ જીઓલોજીમાં પ્રવેશ લીધો અને મોસ્કો જીઓલોજિકલ પ્રોસ્પેક્ટીંગ ઈન્સ્ટીટ્યુટમાં વધુ અભ્યાસ માટે રશિયા ગયા. તેમની તેજસ્વીતાના કારણે તેને શિષ્યવૃત્તિ પણ મળી અને વર્ષ 1992માં આ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. ત્યારબાદ, તેણે તેની હાઈસ્કૂલની મિત્ર ફામ થુ હંગંગ સાથે લગ્ન કર્યા, અને તે ખાર્કિવ, યુક્રેનમાં રહેવા ગયા.

મિત્રો પાસેથી પૈસા લઈને નૂડલ્સનો ધંધો શરૂ કર્યો

યુક્રેનમાં 1990 ના દાયકામાં ફામ નહત વુઓંગ મિત્રો અને પરિવારના પૈસાથી ઇન્સ્ટન્ટ નૂડલ રેસ્ટોરન્ટનો બિઝનેસ શરૂ કર્યો. તેમજ તેણે ઇન્સ્ટન્ટ નૂડલ્સનું ઉત્પાદન અને વેચાણ પણ શરૂ કર્યું. 1993 માં તેમણે ટેકનોકોમની સ્થાપના કરી, જેથી તેમનું યુક્રેનના ડીહાયડ્રેટેડ કુલીનરી પ્રોડક્ટના ઉત્પાદનના બજારમાં એક મોટું નામ બની ગયું.

વિયેતનામ પરત ફરતા પહેલા વુઓંગએ 2009માં નેસ્લેને ટેકનોકોમને $150 મિલિયનમાં વેચી દીધી. ત્યારબાદ વુંગે વિયેતનામમાં એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો અને રિયલ એસ્ટેટના વ્યવસાયમાં પ્રવેશ કર્યો. આજે તે Vinggroup ના અધ્યક્ષ છે, જે અન્ય ક્ષેત્રોમાં રિયલ એસ્ટેટ, રિટેલ અને હેલ્થકેરમાં અગ્રણી જૂથ માનવામાં આવે છે.

ઇલેક્ટ્રિક વાહન વ્યવસાયમાં પ્રવેશ

Vinggroup એ વર્ષ 2017 માં ઇલેક્ટ્રિક વાહન વ્યવસાયમાં પ્રવેશ કર્યો અને નવા ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક તરીકે VinFast નામની નવી કંપની શરૂ કરી. કંપનીએ વિશ્વ વિખ્યાત કાર ઉત્પાદકો પિનિનફેરીના, BMW અને મેગ્ના સ્ટેયરની મદદથી તેના મોડલ ડિઝાઇન કર્યા અને 2018 પેરિસ મોટર શોમાં ભાગ લીધો. વિનફાસ્ટનો દાવો છે કે તે વિયેતનામમાં પ્રથમ વોલ્યુમ ઓટોમોટિવ ઉત્પાદક તેમજ મોટા આંતરરાષ્ટ્રીય ઓટો શોમાં ભાગ લેનારી પ્રથમ વિયેતનામી કાર કંપની હશે.

વિનફાસ્ટની સ્થાપના ભલે વર્ષ 2017માં થઈ હોય, પરંતુ કંપનીએ વર્ષ 2021માં વાહનોનું ઉત્પાદન શરૂ કર્યું હતું. પરંતુ અત્યાર સુધીમાં કંપની કોઈ મોટો નફો કમાઈ શકી નથી. ગયા વર્ષના સપ્ટેમ્બર સુધીમાં કંપનીને અંદાજે $623 મિલિયનનું નુકસાન થયું હતું. પરંતુ 55 વર્ષીય Vuong ને વિશ્વાસ છે આવનારા સમયમાં એટલે કે વર્ષ 2024 ના અંત સુધીમાં તેમની અપેક્ષાઓ પર કંપની ખરી ઉતરશે.

વિદેશી બજાર

VinFastને અત્યાર સુધી કોઈ મોટી સફળતા મળી નથી, પરંતુ કંપનીની યોજનાઓ ખૂબ જ મજબૂત છે. વિયેતનામમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કર્યા પછી કંપની ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને હવે ભારત તરફ વળી છે. કંપનીએ અમેરિકન માર્કેટમાં પણ પ્રવેશ કર્યો છે. હવે ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોની વધતી માંગને ધ્યાનમાં રાખીને વિનફાસ્ટ અહીં તેના વાહનોને વેગ આપવા માટે તૈયાર છે.

આ પણ વાંચો : સરકાર મફતમાં જમીન અને મકાન આપે છે, સ્વર્ગ જેવી જગ્યા છતાં અહીં કોઈ રહેવા આવતું નથી

Back to top button