મૈં ભી ચોકીદાર પછી હવે ‘મોદી કા પરિવાર’ સૂત્ર, ટોચના નેતાઓએ X બાયો બદલ્યો
- હું મોદીનો પરિવાર છું: PM મોદીએ પરિવારવાદ વિરુદ્ધ આપ્યો નવો નારો
- ભાજપના તમામ ટોચના નેતાઓએ તેમના X બાયોમાં નામની બાજુમાં લખ્યું – મોદી કા પરિવાર
તેલંગાણા, 4 માર્ચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાના અદિલાબાદમાં જાહેર સભાને સંબોધિત કરતા RJD ચીફ લાલુ પ્રસાદ યાદવ પર વળતો પ્રહાર કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, “મારા પરિવારના કારણે મને નિશાન બનાવવામાં આવ્યો. પરંતુ, હવે આખો દેશ કહી રહ્યો છે કે હું મોદીનો પરિવાર છું.” તેમણે વધુમાં કહ્યું કે, “વંશવાદી પક્ષના ચહેરા અલગ-અલગ હોઈ શકે છે પરંતુ પાત્ર એક જ છે. તેના પાત્રમાં બે ચોક્કસ વસ્તુઓ છે, “એક જૂઠ અને બીજી લૂંટ.” આ સંબોધન બાદ X પર લહેર ઉઠી છે. ભાજપ નેતાઓ દ્વારા પોતાના બાયોમાં “મોદી કા પરિવાર” લખવામાં આવી રહ્યું છે. આ ભાજપ નેતાઓમાં અમિત શાહ, જે.પી. નડ્ડાનો સમાવેશ થાય છે.
યાદ રહે, થોડાં વર્ષ પહેલાં રાહુલ ગાંધીએ એક જાહેરસભામાં નરેન્દ્ર મોદી વિશે કહ્યું હતું કે, ચોકીદાર ચોર હૈ. અને ત્યારબાદ વડાપ્રધાને પાસું પલટી નાખીને મૈં ભી ચોકીદાર સૂત્ર આપ્યું હતું જે આખા દેશમાં લોકપ્રિય થઈ ગયું હતું અને ભાજપના નેતાઓ ઉપરાંત લાખોની સંખ્યામાં સામાન્ય નાગરિકોએ એ સૂત્ર અપનાવી લીધું હતું.
Union Home Minister Amit Shah, BJP national president JP Nadda and other party leaders change their bio in solidarity with PM Modi after RJD chief Lalu Yadav’s ‘Parivarvaad’ jibe pic.twitter.com/CrGxb9b39O
— ANI (@ANI) March 4, 2024
સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ શું કહ્યું ?
વડાપ્રધાન મોદીએ સંબોધન કરતાં વધુમાં કહ્યું કે, ‘આજે આખા દેશમાં મોદીની ગેરંટી વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે. મોદીની ગેરંટી એટલે મોદીની ગેરંટી પૂરી કરવાની ગેરંટી. TRS BRS બન્યા પછી જાણે તેલંગાણામાં કંઈ બદલાયું નથી. તેવી જ રીતે, કોંગ્રેસ દ્વારા બીઆરએસને બદલવાથી કંઈપણ બદલાવાનું નથી. આ એ જ લોકો છે. જેઓ કાલે મને એમ પણ કહી શકે છે કે તમે ક્યારેય જેલમાં ગયા નથી, તેથી તમે રાજકારણમાં પ્રવેશી શકતા નથી.
140 કરોડ દેશવાસીઓ મારો પરિવાર: PM
પીએમ મોદીએ વધુમાં કહ્યું, ‘મારું જીવન એક ખુલ્લી કિતાબ જેવુ છે. હું મારા દેશવાસીઓ માટે જીવીશ એવું સપનું લઈને બાળપણમાં ઘર છોડ્યું હતું. મારી દરેક ક્ષણ ફક્ત તમારા માટે જ રહેશે. મારું કોઈ અંગત સ્વપ્ન નહિ હોય. તમારું સ્વપ્ન મારું સંકલ્પ હશે. તમારા સપના પૂરા કરવા માટે હું મારું જીવન વેડફી નાખીશ. દેશના કરોડો લોકો મને પોતાનો માને છે. તેની સાથે તેના પરિવારના સભ્યની જેમ વર્તે. 140 કરોડ દેશવાસીઓ, આ મારો પરિવાર છે.
આ પણ જુઓ: રાહુલ ગાંધીની યાત્રા પહેલા ભાજપનું ઓપરેશન ‘અંબરિશ ડેર’, જાણો શક્તિસિંહનો નિર્ણય
મૈં ભી ચોકીદાર અભિયાનની જેમ બપોર થતાં સુધીમાં તો દેશના સામાન્ય નાગરિકો પણ મોદી કા પરિવાર અભિયાનમાં જોડાવા લાગ્યા હતા અને કેટલાક લોકોએ તત્કાળ આ સૂત્રના ફોટો બનાવીને સોશિયલ મીડિયા પર શૅર કરવાનું શરૂ કરી દીધું હતું.