ટોપ ન્યૂઝનેશનલ

મહારાષ્ટ્ર બાદ TMCના ગઢમાં ‘ખેલા હોબે’, મિથુને કરેલા મોટા દાવા બાદ રાજકારણ ગરમાયું

Text To Speech

મહારાષ્ટ્રની સત્તા મેળવ્યા બાદ હવે એકવાર ફરી ભાજપનું સંપૂર્ણ ફોકસ પશ્ચિમ બંગાળ પર છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના ગઢમાં ભગવા દળ કડક રણનીતિ સાથે ટીએમસીને ઝટકો આપવાની તૈયારીમાં છે. આ વચ્ચે અભિનેતા અને ભાજપ નેતા મિથુન ચક્રવર્તીએ દાવો કર્યો છે કે તૃણમૂલ કોંગ્રેસના 38 ધારાસભ્ય ભાજપના સંપર્કમાં છે. તેમણે કહ્યું કે વિપક્ષી દળની સાથે તેમના ‘ઘણા સારા સંબંધ’ છે.

કોલકાતામાં મિથુનની પ્રેસ કૉન્ફરન્સ

કોલકાતામાં એક પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે એમ પણ કહ્યું કે 38માંથી 21 ધારાસભ્ય ભાજપના સીધા સંપર્કમાં છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર મિથુને કહ્યું કે શું તમે બ્રેકિંગ ન્યુઝ સાંભળવા માંગો છો? આ સમયે, 38 ટીએમસી ધારાસભ્યોના અમારી સાથે ઘણા સારા સંબંધ છે, જેમાંથી 21 સીધા અમારા સંપર્કમાં છે.

ભાજપ દંગાઓમાં સામેલ તો આપો પુરાવા’

તદ્દપરાંત મિથુન ચક્રવર્તીએ કહ્યું કે હંમેશા આરોપ લાગતો જાય છે કે ભાજપ દંગાઓમાં સામેલ છે, ભાજપ દંગા કરાવે છે પણ મને એક ઘટના દેખાડો જેનાથી એ નક્કી થતું હોય કે ભાજપ આ દંગામાં સામેલ છે. જ્યારે મંત્રી પાર્થ ચેટર્જીના મામલે મિથુને કહ્યું કે જો તેમના વિરૂદ્ધ પુરાવા નથી તો આરામ કરો અને સૂઈ જાઓ કંઈ પણ નહીં થાય. પણ જો પુરાવા તેમના વિરૂદ્ધ છે તો પછી તમને કોઈ પણ નહીં બચાવી શકે.

MAMTA BENERJEE
મમતા બેનર્જી – ફાઇલ તસવીર

મમતાનો ભાજપ પર હુમલો

આ પહેલા મમતા બેનર્જીએ ભાજપ પર હુમલો કરતા કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે ભાજપ 2024માં (સત્તામાં) નહીં આવે. ભારતમાં બેરોજગારી 40 ટકા વધી રહી છે પણ બંગાળમાં 45 ટકા ઓછી થઈ ગઈ છે. આજે મીડિયા ટ્રાયલ ચાલી રહ્યું છે અને તે લોકોને આરોપી કહી રહ્યા છે. તેઓ ફક્ત બંગાળની છબી ખરાબ કરવા માંગે છે.

Back to top button