T-20 વર્લ્ડ કપT20 વર્લ્ડકપવિશેષસ્પોર્ટસ

Save Pakistan Cricket – ભારત સામે શરમજનક હાર બાદ પાકિસ્તાનમાં આવ્યો ભૂકંપ

Text To Speech

11 જૂન, અમદાવાદ: રવિવારે ભારતે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં ચાલી રહેલા ICC T20 World Cupની એક મહત્વની મેચમાં પાકિસ્તાનને 6 રને શરમજનક હાર આપી હતી. આ હાર એટલા માટે શરમજનક હતી કારણકે પાકિસ્તાને 20 ઓવર્સમાં ફક્ત 120 રન્સ ચેઝ કરવાના હતા અને તે કરી શક્યું ન હતું. આ હાર બાદ પાકિસ્તાનમાં ભૂકંપ આવી ગયો છે અને સોશિયલ મીડિયામાં Save Pakistan Cricket ટ્રેન્ડ થવા લાગ્યું છે.

ભારત સામે પાકિસ્તાનની હાર પાકિસ્તાની ક્રિકેટ ફેન્સને એટલે પણ કડવી લાગે છે કારણકે આ મેચ પહેલાં પાકિસ્તાન યુએસએ સામે મેચ હારી ગયું હતું. યુએસએની ટીમમાં એક પણ પ્રોફેશનલ ક્રિકેટર નથી તેમ છતાં પાકિસ્તાન છેક સુપર ઓવર સુધી મેચ લઇ ગયું હતું અને પછી હારી ગયું હતું. આથી હવે પાકિસ્તાન પોઈન્ટ્સ ટેબલ પર હજી શૂન્ય પર જ છે અને તેની ઉપર ભારત, યુએસએ અને કેનેડા જેવી ટીમો છે.

બંને મેચોમાં અને ખાસ કરીને ભારત સામેની મેચમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમની કપ્તાનીની વિશેષ ટીકા પાકિસ્તાનમાં થઇ રહી છે. બાબર પર અગાઉ પણ કપ્તાની છોડી દેવાનું દબાણ હતું પરંતુ PCB કોઈને કોઈ કારણસર તેને કપ્તાની માંથી હટાવતું ન હતું. પરંતુ હવે બાબર અને તેના ખાસ પ્લેયરોને કાઢી મૂકી ને એટલીસ્ટ T20 ફોર્મેટમાં એક નવી ટીમ ઉભી કરવામાં આવે તેવી માંગ પાકિસ્તાનમાં થઇ રહી છે.

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે જણાવ્યું છે કે બાબર આઝમ એક ક્લાસ બેટ્સમેન છે પરંતુ તેઓ બેકાર કેપ્ટન પણ છે. જ્યારે 120 રન્સ એક અઘરી પીચ પર ચેઝ કરવાના હતા ત્યારે બાબર સ્ટ્રાઈક રેટ સુધારવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે દર્શાવે છે કે બાબર માનસિક રીતે કેપ્ટન તરીકે યોગ્ય નથી. આથી બાબરને કપ્તાની તરીકે હટાવવામાં આવે અને કોઈ અન્ય ખેલાડીને આ જવાબદારી આપવામાં આવે.

તો લેજન્ડરી પાકિસ્તાની ઓલરાઉન્ડર વસીમ અક્રમે પણ Save Pakistan Cricket ના આ ચિત્કારમાં પોતાનો સાથ આપતાં કહ્યું છે કે હવે બહુ થઇ ગયું. તેમણે કહ્યું હતું કે આજ સુધી તેઓ રાહ જોતા હતા કે કોઈને કોઈ સુધારો ટીમમાં જરૂર જોવા મળશે. પરંતુ એવું બન્યું નથી. હવે સમગ્ર પાકિસ્તાની ટીમને બદલી નાખવામાં આવે. આ લોકો સાથે ટીમ હારે છે તો નવા છોકરાઓ સાથે પણ ટીમ હારશે. પરંતુ એક આશા જરૂર ઉભી થશે કે એકને એક દિવસ આ યુવાન ટીમ જીતવાનું શીખી જશે.

Back to top button