સ્પોર્ટસ

કેએલ રાહુલ, અક્ષર પટેલ બાદ હવે શાર્દુલ ઠાકુર પણ કરશે લગ્ન, જાણો કોણ છે તેમની ભાવિ પત્ની

Text To Speech

આ વર્ષે અનેક ક્રિકેટરો અને બોલિવુડ સ્ટારના લગ્નના બંધનમાં બંધાયા છે. ત્યારે હવે ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. શાર્દુલ તેની મંગેતર મિતાલી પારુલકર સાથે 27 ફેબ્રુઆરીએ લગ્ન કરશે.

શાર્દુલ ઠાકુર લગ્ન -humdekhengenews

શાર્દુલ ઠાકુર 27 ફેબ્રુઆરીએ કરશે લગ્ન

ટીમ ઈન્ડિયામાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. પ્રથમ ટીમના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલે બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. આ પછી ઓલરાઉન્ડર અક્ષર પટેલે તેની મિત્ર મેહા પટેલ સાથે લગ્ન કર્યા. હવે શાર્દુલ ઠાકુર પણ લગ્ન માટે તૈયાર છે. શાર્દુલ ઠાકુર 27 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરશે. શાર્દુલ તેની મિત્ર મિતાલી પારુલકર સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. લગ્નની તારીખનો ખુલાસો ખુદ મિતાલી પારુલકરે થોડા મહિના પહેલા એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો.

શાર્દુલ ઠાકુર લગ્ન-humdekhengenews

શાર્દુલે મિતાલી પારુલકર સાથે 2021માં કરી હતી સગાઈ

શાર્દુલ અને મિતાલી સારા મિત્રો છે અને બંનેએ નવેમ્બર 2021માં સગાઈ કરી હતી. શાર્દુલે તેની સગાઈમાં જોરદાર ડાન્સ પણ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો.આ બંનેના લગ્ન ઘણા સમય પહેલા થવાના હતા, પરંતુ કેટલાક કારણોસર લગ્નમાં વિલંબ થયો. શાર્દુલ 2022ના T20 વર્લ્ડ કપ પછી જ લગ્ન કરવા માંગતો હતો. જોકે હવે બંને 27 ફેબ્રુઆરીએ લગ્નનાં બંધનમાં બંધાશે.

શાર્દુલ ઠાકુર લગ્ન-humdekhengenews

શાર્દુલે 8 ટેસ્ટ, 34 વન ડે અને 25 T20 મેચ રમી

શાર્દુલે ઓગસ્ટ 2017માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી, તેણે ટીમ ઈન્ડિયા માટે કુલ 8 ટેસ્ટ, 34 વન ડે અને 25 T20 મેચ રમી છે. શાર્દુલ બોલ અને બેટ બંનેથી ટીમ માટે સારું યોગદાન આપી રહ્યો છે.

શાર્દુલ ઠાકુર લગ્ન-humdekhengenews

વનડેમાં કુલ 50 વિકેટ અને બેટિંગમાં 298 રન

ટેસ્ટમાં તેણે બોલિંગમાં 27 વિકેટ લીધી છે અને બેટિંગમાં 254 રન બનાવ્યા છે. આ સિવાય તેણે વનડેમાં કુલ 50 વિકેટ લીધી છે અને બેટિંગમાં 298 રન બનાવ્યા છે. તે જ સમયે શાર્દુલને T20 ઇન્ટરનેશનલમાં અત્યાર સુધીમાં 33 વિકેટ ઝડપી છે અને તેણે બેટિંગમાં 69 રન બનાવ્યા છે.

આ પણ વાંચો : અમુલ દ્વારા રુદણ તબેલામાં તપાસનો મામલો : 4 સામે ફરિયાદ, આ રીતે 20 પશુ સામે 1000 લિટર દૂધ ભરતા

Back to top button