અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

MORNING NEWS CAPSULEમાં વાંચો કિરણ પટેલ બાદ વધુ એક ઠગ ઝડપાયો, સીમા હૈદરે લગાવ્યા હિંદુસ્તાન ઝિંદાબાદના નારા , જાણો ચંદ્રયાન-3 હવે ચંદ્રથી કેટલું દૂર

મહાઠગ કિરણ પટેલ બાદ વધુ એક ઠગ ઝડપાયો
ભલભલાને બાટલીમાં ઉતારી ચૂકેલા મહાઠગ કિરણ પટેલની તપાસ ચાલી રહી છે તો બીજી તરફ આવો જ એક કિરણ પટેલ ફરી જામનગરમાં ફૂટી નીકળ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવતાં સનસનાટી મચી જવા પામી છે. અમદાવાદમાંથી CMOના અધિકારીની ખોટી ઓળખ આપનાર ઠગને LCBએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઠગ સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગર સાયબર ક્રાઈમની ટીમે તાજેતરમાં લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર આમીન ઉર્ફે અરમાન અસલમ ગરાણા નામના એક આરોપીને સુરતથી દબોચી લીધો હતો. આમીનને છોડાવવા માટે ત્રણ દિવસ અગાઉ જામનગરના એસપી પ્રેમસુખ ડેલુને એક ફોન આવ્યું હતો. જેમાં એક શખ્સે પોતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયમાં ઓફિસર તરીકે ફરજ બજાવતો હોવાનું કહીને આમીનેને છોડી મુકવા અંગત ભલામણ કરી હતી.

     

અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માત
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયા બાદ શહેરમાં પોલીસ ટ્રાફિક ડ્રાઈવ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. છતાં બેફામ વાહન હંકારનારાઓ પર જાણે કે હજુ પણ નિયંત્રણ આવી રહ્યું નથી. કોઈ જ ડર કાયદાનો ના રહ્યો હોય એમ વાહનચાલકો બેફામ-પૂરઝડપે વાહન ચલાવતા અકસ્માત સર્જી રહ્યા છે. ત્યારે ફરી અમદાવાદ શહેરમાંથી અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં મર્સિડીઝ કારચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર પતિ-પત્નીમાંથી પતિને ઈજા પહોંચી છે. હાલ પોલીસે કાર કબ્જે લઈને વધુ તપાસ હાથ ધરી છે.

સીમા હૈદરે રાબુપુરા સ્થિત પોતાના ઘરે ત્રિરંગો ફરકાવ્યો
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પાકિસ્તાની મહિલા સીમા હૈદરે રાબુપુરા સ્થિત પોતાના ઘરે ત્રિરંગો ફરકાવ્યો હતો. આ દરમિયાન તેના પતિ સચિન અને એડવોકેટ એપી સિંહ પણ હાજર હતા. સીમાએ પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ભારત માતા કી જય અને હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા પણ લગાવ્યા હતા. નોંધનીય છે કે પાકિસ્તાનના કરાચીની સીમા હૈદર નામની મહિલા પોતાના ચાર બાળકો સાથે ગ્રેટર નોઈડાના રબુપુરામાં રહેતા સચિનના ઘરે વિઝા વિના નેપાળ થઈને આવી રહી છે. પોલીસે બંનેને ગેરકાયદેસર રીતે ભારત આવવા બદલ જેલમાં મોકલી દીધા હતા. હાલ બંને જામીન પર બહાર છે અને રબુપુરામાં રહે છે.

હિમાચલ પ્રદેશથી એક મોટા સમાચાર, રેડ એલર્ટ વચ્ચે ભારે વરસાદ
હિમાચલ પ્રદેશથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અહીં રેડ એલર્ટ વચ્ચે ભારે વરસાદ થયો છે. આ તરફ સોલન જિલ્લાના કંડાઘાટ ઉપ-વિભાગના મામલિગ ઉપ-તહેસીલના જાડોન ગામમાં 1.30 વાગ્યે વાદળ ફાટવાને કારણે બે ઘરો અને એક ગૌશાળા ધોવાઈ ગઇ છે. આ ઘટનામાં સાત લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં ચાર મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. અન્યની શોધ ચાલુ છે. પરિવારના બે સભ્યો રિતુ રામ અને કમલેશને બચાવી લેવામાં આવ્યા છે. કુલ સાત લોકોના મોત થયા છે.

ટ્રાફિક પોલીસકર્મીઓ માટે રાહતના સમાચાર
અમદાવાદમાં શિયાળો, ઉનાળો કે ચોમાસા ખડેપગે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસકર્મીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા અમદાવાદ ટ્રાફિક પોલીસ માટે પ્રાયોગિક ધોરણે એસી હેલમેટ લાવવામાં આવ્યા છે. કાળઝાળ ગરમીમાંથી ટ્રાફિક પોલીસકર્મીઓને થોડીઘણી રાહત મળે તે હેતુથી અત્યારે પ્રાયોગિક ધોરણે હેલમેટ લાવવામાં આવ્યા છે. અમદાવાદના ત્રણ ટ્રાફિક પોઈન્ટ નાના ચિલોડા, પિરાણા ચાર રસ્તા અને ઠક્કરબાપા નગર ચાર રસ્તા પર ફરજ બજાવત એક મહિલા કર્મચારી અને બે પુરુષ કર્મચારીઓને અત્યારે આ હેલમેટ અપાયા છે. આ ત્રણેય કર્મચારીઓના ફીડબેક બાદ ઉચ્ચ સ્તરે રિપોર્ટ રજૂ કરવામાં આવશે, તેના અનુભવના આધારે વધુ એસી હેલમેટ લાવવાના કે નહીં તે નક્કી કરાશે.

ત્રણ દિવસ માટે ડાયાલિસીની સેવા બંધ
ગુજરાતમાં ડાયાલિસીની સેવા આપતી PMJAY હેઠળની ખાનગી હોસ્પિટલો મોરચો મોરચો માંડ્યો છે. તેમણે ત્રણ દિવસ માટે ડાયાલિસીની સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અત્રે જણાવીએ કે, 14થી 16 ઓગસ્ટ PMJAY હેઠળની ડાયાલિસિસ સારવાર બંધ રાખવામા આવશે.PMJAY હેઠળના ડાયાલિસિસની રકમમાં 17 ટકાનો ઘટાડો કરતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. નેફ્રોલોજી એસોસિએશને રાજ્યમાં સારવાર બંધ રાખવાની જાહેરાત કરી છે. ડાયાલિસિસની રકમ 2 હજારથી ઘટાડી 1 હજાર 650 કરાતા વિરોધ કરાઈ રહ્યો છે. જેને લઈ ડાયાલિસિસના દર્દીઓએ 3 દિવસ સરકારી સેન્ટરોમાં સારવાર લેવી પડશે અને હાલાકી ભોગવવી પડશે.

ચંદ્રયાન-3 આજે જ ફાઇનલ ઓર્બિટમાં પહોંચશે
ISRO આજે એટલે કે 14મી ઓગસ્ટે ત્રીજી વખત ચંદ્રયાન-3ની ઓર્બિટ ઘટાડશે. અત્યારે તે ચંદ્રની 174 કિમી x 1437 કિમીની ઓર્બિટમાં છે. એટલે કે ચંદ્રયાન-3 એવી લંબગોળ ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે, જેમાં ચંદ્રથી તેનું લઘુત્તમ અંતર 174 કિમી અને મહત્તમ અંતર 1437 કિમી છે. આ પહેલા 9 ઓગસ્ટે ચંદ્રયાનની ઓર્બિટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.6 ઓગસ્ટના રોજ લગભગ 11 વાગ્યે ચંદ્રયાનની ભ્રમણકક્ષા પ્રથમ વખત ઘટાડવામાં આવી હતી. પછી તે ચંદ્રની 170 કિમી x 4313 કિમીની ઓર્બિટમાં આવ્યું. ઓર્બિટ ઘટાડવા માટે, ચંદ્રયાનના એન્જિનને થોડા સમય માટે ચાલુ કરવામાં આવ્યું હતું. જો કે, ઇસરોએ એ માહિતી શેર કરી નથી કે કેટલા સમય સુધી એન્જિન ચાલુ રહ્યું હતું.

Back to top button