KGF 2, RRR અને પુષ્પા બાદ હવે સાઉથની આ ફિલ્મ મચાવી રહી છે ધુમ : કલેક્શન 100 કરોડને પાર
છેલ્લા કેટલાક સમયથી સાઉથની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, જેમ કે KGF 2, RRR અને પુષ્પા અને હવે આ યાદીમાં વધુ એક નવી ફિલ્મનું નામ જોડાયું છે. ઋષભ શેટ્ટીની ‘કંટારા’એ પહેલા સ્થાનિક સ્તરે જોરદાર બિઝનેસ કર્યો હતો અને હવે લોકો આ ફિલ્મને હિન્દી ઉપરાંત અન્ય ઘણી ભાષાઓમાં પસંદ કરી રહ્યા છે.
આ પણ વાંચો : MS ધોની બોલિવૂડ નહીં પણ સાઉથના આ 2 સ્ટાર્સ સાથે બનાવશે ફિલ્મ, પોતે પણ કરશે એક્ટિંગ!
કંતારાએ વિશ્વભરમાં કર્યું 100 કરોડનું વધુનું કલેક્શન
આ ફિલ્મ મૂળ કન્નડ ભાષામાં બની હતી અને હવે આ ફિલ્મનું હિન્દી, તમિલ અને તેલુગુ વર્ઝન પણ રિલીઝ કરવામાં આવ્યું છે. કંટારાનું હિન્દી વર્ઝન 14 ઓક્ટોબરે રિલીઝ થયું છે. આ ફિલ્મ માત્ર 16 કરોડનાં બજેટમાં બની છે અને અત્યાર સુધીમાં આ ફિલ્મે ભારતમાં 90 કરોડથી વધુ અને વિશ્વભરમાં 100 કરોડનું કલેક્શન કર્યું છે. હિન્દી બેલ્ટના રાજ્યોમાં આ ફિલ્મને 1300થી ઓછી સ્ક્રીન મળી છે, પરંતુ તેમ છતાં ફિલ્મને પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે હિન્દી વર્ઝનમાં 1.2 કરોડ અને બીજા દિવસે 2.25 કરોડનો બિઝનેસ કર્યો છે.
કંતારા એક એડવેન્ચર ડ્રામા થ્રિલર ફિલ્મ છે. ફિલ્મની વાર્તા પવિત્ર રિવાજો અને પરંપરાઓ, છુપાયેલા ખજાના અને પેઢીના રહસ્યો પર આધારિત છે, જેનું સ્ક્રિપ્ટિંગ અને નિર્દેશન ઋષભ શેટ્ટીએ કર્યું છે. આ ફિલ્મમાં તેમણે મુખ્ય ભૂમિકા પણ ભજવી છે. આ સિવાય ફિલ્મમાં સપ્તમી ગૌડા પણ મહત્વના રોલમાં છે. સાથે જ આ ફિલ્મમાં કિશોર અને પ્રમોત શેટ્ટીએ પણ કામ કર્યું છે. આ ફિલ્મ તેની શાનદાર સ્ટોરી લાઇન અને ઉત્કૃષ્ટ સિનેમેટોગ્રાફીના કારણે ઘણી ચર્ચામાં છે.
બોલિવૂડ કરતાં સાઉથની ફિલ્મો રહી સુપરહીટ
નોંધનીય છે કે આ વર્ષે દક્ષિણની ફિલ્મોએ બોલિવૂડની ફિલ્મોને ઘણા સ્તરે પાછળ છોડી દીધી છે. RRR, પુષ્પા, KGF 2, ગોડફાધર જેવી ફિલ્મોએ બ્લોકબસ્ટર સફળતા મેળવી છે. રાજામૌલીની RRR ને આ વર્ષે ઓસ્કાર માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી. જો કે RRRને ભારતમાંથી સત્તાવાર એન્ટ્રી મળી નથી, પરંતુ તેમ છતાં મેકર્સ આ ફિલ્મને લઈને અમેરિકામાં જોરદાર પ્રચાર કરી રહ્યા છે. આ સિવાય વિક્રમ અને પોન્નિવિયન સેલ્વન 1, બીસ્ટ અને ભીમલા નાયક જેવી ફિલ્મોએ પણ સારો બિઝનેસ કર્યો હતો. તે જ સમયે, બોલિવૂડમાં ફક્ત બ્રહ્માસ્ત્ર, ભૂલ ભૂલૈયા 2, ધ કાશ્મીર ફાઇલ્સ અને ગંગુબાઈ કાઠિયાવાડી જેવી ફિલ્મો જ સારો દેખાવ કરી શકી છે.