બિઝનેસ

Iphone પછી હવે Ipadનું પણ ભારતમાં થશે ઉત્પાદન, Apple કંપની તેનું ઉત્પાદન ચીનથી ભારત ખસેડવાની તૈયારીમાં

Text To Speech

આઇફોન નિર્માતા કંપની એપલ તેના ઉત્પાદનને ચીનથી ભારતમાં ટ્રાન્સફર કરવાનું વિચારી રહી છે. એપલ આઇફોન પછી હવે એપલ આઇપેડનું પણ ભારતમાં ઉત્પાદન થઇ શકે છે. એપલ કંપની તેના આઇપેટ પ્રોડક્શનને ચીનમાથી ભારત લાવવા માટેની તૈયારીઓમાં પણ લાગી ગયું છે. એપલ કંપની તેનું પ્રોડક્શન વધારવા માટે તેના આઈપેડ પ્રોડક્શનને ચીનથી ભારતમાં ખસેડવા માટેના વિકલ્પો પર વિચાર કરી રહી છે.

સીએનબીસીનો રિપોર્ટ

સીએનબીસીના રિપોર્ટ અનુસાર વૈશ્વિક સ્માર્ટફોન નિર્માતા કંપની એપલ હવે આઈફોન પછી ભારતમાં આઈપેડ બનાવવાની તૈયારી કરી રહી છે. એપલ તેના ઉત્પાદનનો 30 ટકા હિસ્સો ચીનથી ભારતમાં શિફ્ટ કરવાની તૈયારી કરી રહી છે. આ અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે એપલ તેના આઈપેડ ઉત્પાદનને ચીનથી ભારતમાં ખસેડવા માટેના વિકલ્પો પર વિચાર કરી રહી છે. જો કે કંપનીએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

apple ipad - humdekhengews

ચેન્નાઈમાં iPhone14નું ઉત્પાદન

Apple કંપનીએ તાજેતરમાં સત્તાવાર રીતે જાહેરાત કરતા જણાવ્યું હતુ કે તે ચેન્નાઈમાં iPhone14નું ઉત્પાદન કરવા જઈ રહી છે, મહત્વનું છે કે એપલ ભારતમાં પહેલાથી જ iPhone 13, iPhone 12 અને iPhone SEનું ઉત્પાદન કરી રહી છે. અને કંપનીએ ભારતમાં iPhone14નું ઉત્પાદન શરૂ કરવા માટે ઉત્સાહિત છે. અગાઉ, ચીન અને એપલના ફોક્સકોન પ્લાન્ટ વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે, iPhone14 Pro મોડલના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

આ પણ વાંચો :બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ બીજેપી એક્શન મોડમાં, 27 આગેવાનોને કર્યા સસ્પેન્ડ

20,000 કર્મચારીઓએ ચીનમાં સ્થિત ફોક્સકોન પ્લાન્ટ છોડ્યો હતો

તાજેતરમાં જ ચીનના કર્મચારીઓએ 20,000 કર્મચારીઓએ ચીનમાં સ્થિત ફોક્સકોન પ્લાન્ટ છોડ્યો હતો. આ ફોક્સકોન પ્લાન્ટ ખરાબ પરિસ્થિતીના કારણે કર્મચારીઓએ અહી કામથી અડઘા રહ્યા હતા.શરૂઆતમાં કર્મચારીઓ પ્લાન્ટની ખરાબ પરિસ્થિતિને કારણે નાખુશ હતા પરંતુ તે પછીથી વિરોધ તરફ વળ્યા હતા આ વિરોધનો અંત લાવવા માટે નવા કર્મચારીઓને 14,000 ડોલર આપવાની ઓફર કરવામાં આવી હતી. CNNના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર એપલે પોતાના તમામ કર્મચારીઓને ફરીથી કામ શરુ કરવાનું કરહ્યું છે.

Back to top button