સોલોમન ટાપુ પર ધરતીકંપના જોરદાર આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 7.0ની નોંધાઈ રહી છે. તેમજ આ વિસ્તારમાં સુનામીની પણ ચેતવણી આપવામાં આવી રહી છે. 21 નવેમ્બરના રોજ ઈન્ડોનેશિયામા વિનાશકારી ભૂકંપથી 160 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને 700થી પણ વધુ લોકો ઘાયલ થાય હતા.
છેલ્લા ઘણા દિવસોથી દેશ-વિદેશમાં ભૂકંપના કેસો રહ્યા છે. આજે સોલોમન ટાપુઓ પર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.0 નોંધાઈ છે. તેમજ ભૂકંપ જોતા જ આ વિસ્તારમાં સુનામીની પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. થોડા સમય પહેલા ભારતના વિવિધ શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગતરોજ ઈન્ડોનેશિયા 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવતા ભારે નુકસાન થયું હતું. તેમજ 162 જેટલા લોકોના મોત થયા હતા અને 700 થી પણ વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
An earthquake with a magnitude of 7.0 on the Richter Scale hit Southwest of Malango, Solomon Islands today at 07:33:07 am (UTC): USGS Earthquakes pic.twitter.com/8n6DKeCIgg
— ANI (@ANI) November 22, 2022
સોલોમન ટાપુઓના માલાંગોના દક્ષિણ પશ્ચિમમાં આજે સવારે 7.33 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એક દિવસ પહેલા જ ઈન્ડોનેશિયા અને ગ્રીસમાં ભૂકંપના મોટા આંચકા અનુભવાયા હતા. ગ્રીસમાં ભૂકંપના આંચકાની રિક્ટર સ્કેલ પર 5.5 તીવ્રતા નોંધાઈ હતી. યુએસ જીઓલોજીકલ સર્વે અનુસાર ઈન્ડોનેશીયામાં 5.4ની તીવ્રતાનો ભૂકંપ પશ્ચિમ જાવા પ્રાંતના સીઆનજુર ક્ષેત્રમાં 10 કિલોમીટરની ઊંડાઈ પર કેન્દ્રિત હતો.
આ પણ વાંચો : ઈન્ડોનેશિયામાં 5.4 ની તીવ્રતાનો ભૂકંપ, 20 લોકોના મોત
આ અગાઉ ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવા પર સોમવારના રોજ આવેલ ભૂકંપ અને ભૂકંપના આફટર શોકસના કારણે અનેક મકાનો ધરાશાયી થયા હતા. આવી કુદરતી આફતોમાં માત્ર ભૂકંપની વાત કરીએ તો ભૂકંપ સબંધિત ઘટનાઓથી દેશમાં અત્યાર સુધીમાં 162 લોકોના મોત થયા હોવાન આહેવાલ છે. જયારે સેંકડો લોકો ઘાયલ થયા છે. તેમજ અનેક ઇમારતો, મકાનોને નુક્સાન થયા છે. શેરીઓ અને ગલીઓમાં પોતાના જીવ બચવા માટે દોડતા લોકો ધાયલ થતા જોવા મળ્યા છે.
જાવાના ગવર્નર રીદવાન કામીલના જણાવ્યા અનુસાર, મૃતકોની સંખ્યા વધીને 162 થઈ છે. જેમાં મોટાભાગના બાળક છે. તેમજ તેમને કહ્યું કે, આ સમયે મોટાભાગના બાળકો પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઈસ્લામિક સ્કુલોમાં ટ્રેનીંગ લઈ રહ્યા હતા. સીયાંજૂરમાં સૌથી વધુ સંખ્યામાં ઈસ્લામિક રેસિડેન્શીયલ સ્કૂલો અને મસ્જિદો છે. કામીલે કહ્યું, ઘણી ઈસ્લામીક શાળાઓમાં અકસ્માતો થયા છે. યુએસ જીઓલોજીકલ સર્વે અનુસાર 5.4ની તીવ્રતાનો ભૂકંપ પશ્ચિમ જાવા પ્રાંતના સીઆનજુર ક્ષેત્રમાં 10 કિલોમીટરની ઊંડાઈ પર કેન્દ્રિત હતો.