અંધાધૂધ ગોળીબાર કર્યા બાદ શખ્સ પર તીક્ષ્ણ હથિયાર વડે કરી ઘાતકી હત્યા, ઘટના CCTVમાં કેદ
પૂણે (મહારાષ્ટ્ર), 17 માર્ચ: પૂણેમાં એક સનસનીખેજ હત્યાની ઘટના બની છે. હકીકતમાં હોટલમાં જમવા બેઠેલા એક યુવકને પહેલા ગોળી ધરબી દેવામાં આવી હતી અને પછી તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. રૂવાંડા ઊભા કરી દેતી આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કારમાંથી 6-7 હુમલાખોરો આવ્યા અને પહેલા યુવકને ગોળી મારી અને પછી તેના પર ધારદાર હથિયાર વડે અનેક ઘા ઝીંક્યા હતા.
In Maharashtra’s Pune district, a man eating food in a hotel was shot dead.. Watch CCTV of the entire incident.. What a horrifying incident. @PuneCityPolice #Pune #MURDER #BREAKING_NEWS #cctvfootage #Maharashtra #horror #punemurder pic.twitter.com/FgkU4WOafx
— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) March 17, 2024
હુમલાખોરે બંદૂક વડે ગોળી ધરબી દીધી
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ બે જૂથો વચ્ચે ગેંગ વોરનું પરિણામ હતું. મૃતકનું નામ અવિનાશ બાલુ ધનવે હોવાનું કહેવાય છે, જેની ઉંમર 34 વર્ષ હતી. અવિનાશ તેના મિત્ર સાથે પૂણેની હોટલમાં બેઠો હતો. ત્યારે હુમલાખોર હોટલમાં ઘૂસી ગયો અને બંદૂક વડે અંધાધૂધ ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ 5-6 હુમલાખોરો આવ્યા અને તેના પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. હોટલમાં બેઠેલા અન્ય લોકો જીવ બચાવવા સ્થળ પરથી ભાગવા લાગ્યા હતા. હોટલ અને આસપાસ નાસભાગ મચી ગઈ હતી.
હત્યાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી
મળતી માહિતી મુજબ, મૃતક તેના મિત્રો સાથે હોટલમાં ડિનર માટે આવ્યો હતો. આ ઘટના શનિવારે રાત્રે લગભગ 8 વાગ્યે પૂણે સોલાપુર એક્સપ્રેસ વે પર સ્થિત હોટલ જગદંબા ખાતે બની હતી. અવિનાશ બાલુ વ્યવસાયે પ્રોપર્ટી ડીલર હતો. હત્યાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસે આ કેસની તપાસ માટે 5 લોકોની ટીમ બનાવી છે અને હુમલાખોરોને શોધખોળ કરી રહી છે.
આ પણ વાંચો: UP: સૈફઈ મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીની હત્યાથી ચકચાર, 1000 વિદ્યાર્થીઓ ધરણાં પર