ગુજરાતટ્રેન્ડિંગવિશેષ

મેઘતાંડવના કારણે ટ્રેનો રદ કરાઈ; રૂટ બદલાયા, જુઓ આખું લિસ્ટ

Text To Speech

વડોદરા – 27 ઑગસ્ટ :વડોદરામાં ભારે વરસાદને પગલે બાજવા સ્ટેશન પર વધુ પડતા પાણી ભરાવાને કારણે ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થઈ છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:
રદ કરાયેલી ટ્રેનો
1. 27.08.2024 ના રોજ બાંદ્રા ટર્મિનસથી ચાલતી ટ્રેન નંબર 12971 બાંદ્રા-ભાવનગર દૈનિક સુપરફાસ્ટ સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.
શોર્ટ ઓરિજિનેટેડ ટ્રેનો
1. 27.08.2024 ના રોજ બાંદ્રાથી ચાલવા વાળી ટ્રેન નંબર 19217 બાંદ્રા-વેરાવળ એક્સપ્રેસ વલસાડ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે એટલે કે આ ટ્રેન બાંદ્રાને બદલે વલસાડ સ્ટેશનથી ચાલશે અને આમ આ ટ્રેન બાંદ્રા-વલસાડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
2. 27.08.2024 ના રોજ વેરાવળથી ચાલવા વાળી ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા એક્સપ્રેસ રાજકોટ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે એટલે કે આ ટ્રેન વેરાવળને બદલે રાજકોટ સ્ટેશનથી ઉપડશે અને આમ આ ટ્રેન વેરાવળ-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
3. 27.08.2024 ના રોજ ભાવનગર ટર્મિનસથી ચાલવા વાળી ટ્રેન નંબર 12972 ભાવનગર – બાંદ્રા ડેઇલી સુપરફાસ્ટ અમદાવાદ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે એટલે કે આ ટ્રેન ભાવનગર ટર્મિનસને બદલે અમદાવાદ સ્ટેશનથી ઉપડશે અને તેથી ભાવનગર-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ઉપરોક્ત ઉલ્લેખિત ટ્રેનો સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો : રાજકોટમાં આજથી લોકમેળો રદ્દ, સ્ટોલધારકોની ભાડાની રકમ અને ડિપોઝીટ રિફંડ કરાશે

Back to top button