કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ભાવનગરમાં ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન, બપોર બાદ અનેક વિસ્તારમાં મેઘમહેર

Text To Speech

ભાવનગરમાં ભારે ઉકળાટ બાદ આદજે બપોર બાદ વરસાદ ખાબક્યો હતો. શહેરના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં અસહ્ય ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે આજે વરસાદના આગમનને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ભાવનગરમાં વરસાદ વરસ્યો

આજે બપોર બાદ ભાવનગર શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અને અસહ્ય ગરમી બાદ વરસાદ વાતારણમાં અચાનક કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. એક તરફ ગરમીથી ત્રસ્ત લોકોને વરસાદના આગમનથી રાહત મળી છે. તો બીજી તરફ અચાનક વાતાવરણમાં આવેલા પલટાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે.

તાપમાનનો પારો 43ને પાર પહોંચ્યો હતો

ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં છેલ્લા કેટલાક દિવસથી આગઝરતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ભાવનગરમાં ગઈ કાલે ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. આ સાથે ભાવનગર રાજ્યનું હોટેસ્ટ સિટી બની રહ્યું હતું.ભાવનગરમાં ભુક્કા બોલાવતી ગરમીના કારણે લોકો ભઠ્ઠીમાં સેકાતા હોય તેવું લાગી રહ્યું હતું. ત્યારે અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેના કારણે લોકોને આકરી ગરમીમાંથી રાહત મળી હતી.

 આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાતમાં 40 જજોનું પ્રમોશન રદ્દ, જજ એચએચ વર્માનું અહીં પોસ્ટિંગ

Back to top button