જામીન મળતા જ તમિલ અભિનેતા બાલાએ કઝિન સાથે કર્યા ત્રીજા લગ્ન!
- તમિલ અભિનેતા બાલાએ ફરી લગ્ન કરતા વિવાદનો મધપૂડો છેડાયો. જામીન પર છૂટતા જ ત્રીજી વખત લગ્ન કરી લીધા
23 ઓક્ટોબર, ચેન્નઈઃ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર બાલા ઉર્ફે બાલાકુમાર છેલ્લા કેટલાક દિવસોથી વિવાદોમાં છે. પૂર્વ પત્ની અને પુત્રીની ફરિયાદના કારણે ધરપકડ કરાયેલા અભિનેતા બાલાએ ત્રીજા લગ્ન કર્યા છે. તેણે તેની કઝીન કોકિલા સાથે લગ્ન કર્યા છે. અહેવાલો અનુસાર અભિનેતાએ બુધવારે સવારે કેરળના એર્નાકુલમમાં કલૂર પાવાકુલમ મંદિરમાં તેના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં તેની કઝિન કોકિલા સાથે ત્રીજી વખત લગ્ન કર્યા. કોકિલા તમિલનાડુના ચેન્નાઈની રહેવાસી છે. અભિનેતાએ પણ તેના સોશિયલ મીડિયા પર લગ્નની પુષ્ટિ કરી છે.
કોકિલા સાથે લગ્ન પર વાત કરી
લગ્ન બાદ અભિનેતા બાલાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કોકિલાને મલયાલમ આવડતું નથી . છેલ્લા એક વર્ષમાં મારી તબિયતમાં સુધારો થયો છે અને કોકિલા મારા મુશ્કેલ સમયમાં મારી પડખે રહી હતી. તેણે કહ્યું કે લિવર ટ્રાન્સપ્લાન્ટ પછી તેને લાગ્યું કે તેને સપોર્ટની જરૂર છે અને તેથી તેણે ફરીથી લગ્ન કર્યા. બાલા કહે છે કે મને ખાતરી છે કે આ બધું મારા માટે સારું રહેશે કેમકે તે મારી સંબંધી છે.
View this post on Instagram
બીજી પત્નીએ મોકલ્યો હતો જેલ
અભિનેતા બાલાની પૂર્વ પત્ની અને ગાયિકા અમૃતા સુરેશ અને તેની પુત્રી અવંતિકાએ અભિનેતા વિરુદ્ધ શારીરિક અને માનસિક શોષણની ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ તેની 14 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. જો કે તેને કેટલીક શરતોના આધારે જામીન પણ આપવામાં આવ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ અભિનેતાએ ત્રીજા લગ્નની જાહેરાત કરી હતી.
અનેક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અભિનેતાના પહેલા લગ્ન કર્ણાટકની ચંદના સદાશિવા સાથે થયા હતા. બાલાએ ક્યારેય જાહેરમાં આ લગ્નનો ઉલ્લેખ કર્યો નથી. આ પછી તેણે 2010 માં મલયાલમ ગાયિકા અમૃતા સુરેશ સાથે લગ્ન કર્યા, તેમની એક પુત્રી અવંતિકા છે. લગ્નજીવનમાં ખરાબ દિવસો અને હેરાનગતિનો સામનો કર્યા બાદ તેમના લગ્ન પણ તૂટી ગયા હતા.
આ પણ વાંચોઃ શિખર ધવને પણ બનાવી નાખી ‘લડ્ડુ મુત્યા’ પર રીલ, જૂઓ સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયો