ગૌતમ ગંભીર બાદ જયંત સિન્હાએ કરી રાજકીય નિવૃત્તિની જાહેરાત, જેપી નડ્ડાને કરી અપીલ
નવી દિલ્હી, 2 માર્ચ : આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરવા માટે મનોમંથન કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં સતત બેઠકો થઈ રહી છે. માનવામાં આવે છે કે આ વખતે ભાજપ ઘણા જૂના સાંસદોની ટિકિટ કાપવા જઈ રહી છે. ઉમેદવારોની ઘોષણા પહેલા, અત્યાર સુધીમાં બે વર્તમાન સાંસદોએ તેમની રાજકીય નિવૃત્તિની(political retirement) જાહેરાત કરી છે. આજે સવારે ગૌતમ ગંભીરે રાજકીય નિવૃત્તિની જાહેરાત કરી હતી અને હવે આ યાદીમાં હજારીબાગના સાંસદ અને પૂર્વ નાણાં રાજ્ય મંત્રી જયંત સિન્હાનું(Jayant Sinha) નામ પણ જોડાઈ ગયું છે.
હકીકતમાં, ઝારખંડના હજારીબાગથી લોકસભા સાંસદ જયંત સિન્હાએ પોતે લોકસભા ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સિન્હાએ કહ્યું કે તેઓ હવે ભારતમાં વૈશ્વિક આબોહવા પરિવર્તન સામે લડવા માટે તેમના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.
જયંત સિન્હાએ કહ્યું કે હું ચોક્કસપણે આર્થિક અને સુશાસનના મુદ્દાઓ પર પાર્ટી સાથે કામ કરવાનું ચાલુ રાખીશ. મને છેલ્લા 10 વર્ષથી ભારત અને હજારીબાગની જનતાની સેવા કરવાની તક મળી છે. વધુમાં, પીએમ નરેન્દ્ર મોદી જી અને ગૃહમંત્રી અમિત શાહ જી અને બીજેપીના નેતૃત્વ દ્વારા ઘણી તકો પૂરી પાડવામાં આવી, હું બધાનો આભાર વ્યક્ત કરું છું, જય હિંદ.
I have requested Hon’ble Party President Shri @JPNadda ji to relieve me of my direct electoral duties so that I can focus my efforts on combating global climate change in Bharat and around the world. Of course, I will continue to work with the party on economic and governance…
— Jayant Sinha (@jayantsinha) March 2, 2024
જયંત સિન્હા પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની સરકારમાં કેન્દ્રીય મંત્રી રહેલા યશવંત સિંહાના પુત્ર છે. જયંત 2014માં લોકસભા ચૂંટણી લડીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા. પીએમ મોદીના પ્રથમ કાર્યકાળમાં તેમને મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. જયંત સિંહા 2016 અને 2019 વચ્ચે ઉડ્ડયન રાજ્ય મંત્રી પણ હતા. જયંત સિન્હાને 2019માં ફરી એકવાર હજારીબાગ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી હતી અને તેઓ પાર્ટીની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા હતા. જો કે તેમને બીજી વખત મંત્રી બનાવવામાં આવ્યા ન હતા.
સાંસદે પોતાનો દાવો છોડી દીધો
અગાઉ, પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત કરવા વિનંતી કરી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં તેણે લખ્યું કે હું ભવિષ્યમાં ક્રિકેટ કમિટમેન્ટ્સ પર ફોકસ કરવા માંગુ છું. તેમની પોસ્ટમાં વધુમાં, તેમણે દિલ્હીના લોકોની સેવા કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો આભાર માન્યો.