ટ્રેન્ડિંગબિઝનેસમનોરંજનયુટિલીટી

‘ગદર-2’ પછી ‘જવાન’થી સરકારને થઈ મોટી કમાણી, જાણો ફિલ્મની ટિકિટ પર કેટલો લાગે છે ટેક્સ?

  • ગ્રાહકે મૂવી ટિકિટ પર GST ચૂકવવો પડે છે, આ સિવાય કન્વીનિયન્સ ચાર્જ પણ ચૂકવવો પડે છે. ઉપરાંત જો તમે મૂવી ટિકિટ ઓનલાઈન બુક કરો છો, તો કોઈ ફાઉન્ડેશનના નામે ટિકિટ દીઠ અંદાજે રૂ 1 વસૂલવામાં આવે છે.

Movie Ticket Tax: ‘ગદર-2’ બાદ હવે શાહરૂખ ખાનની ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, એક અઠવાડિયામાં જ ‘જવાન’ ફિલ્મનું કલેક્શન 700 કરોડની આસપાસ પહોંચી ગયું છે, જ્યારે આ પહેલા ગદર-2 પણ રૂ. 500 કરોડનું કલેક્શન કરીને ક્લબમાં સામેલ થઈ હતી.

લાંબા સમય પછી મૂવી કલેક્શનમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. જો કોઈ ફિલ્મ સફળ થાય છે, તો તેના કલાકારની સાથે આખી ટેકનિકલ ટીમ પણ કમાણી કરે છે. આ ઉપરાંત, સરકાર પણ મોટા પાયે આવક એકત્રિત કરે છે. જો આપણે ભારતમાં કર પ્રણાલી પર નજર કરીએ તો, સરકાર સિનેમામાંથી સારી કમાણી કરે છે, કારણ કે તે સૌથી વધુ કરવેરાવાળા ક્ષેત્રોમાંનું એક છે.

ભારતમાં બે પ્રકારની કર પ્રણાલીઓ છે – પ્રત્યક્ષ અને પરોક્ષ. દરેક વસ્તુની ખરીદી પર ઉપભોક્તાઓએ પરોક્ષ કર ચૂકવવો પડે છે. પછી તે એક રૂપિયાની માચીસની લાકડીઓનું બોક્સ હોય કે પછી ફિલ્મની ટિકિટ. આ સિવાય ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ડાયરેક્ટ ટેક્સના રૂપમાં ઈન્કમ ટેક્સ વસૂલ કરે છે.

દરેક ટિકિટ પર ટેક્સ લગાવેલો જ હોય

શું તમે ક્યારેય જાણવાનો પ્રયાસ કર્યો છે કે, તમે PVR, Inox, Cinepolis, Miraz Cinema, Carnival Cinemas અને Cineplex માં મૂવી જોવા માટે જે ટિકિટ ખરીદો છો તેના પર કેટલો ટેક્સ લાગે છે. તમારી એક ટિકિટથી સરકાર કેટલી કમાણી કરે છે? જો કોઈ ફિલ્મે 500 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે તો તેનો મોટો હિસ્સો ટેક્સના રૂપમાં છે. તમામ રાજ્યોમાં વિવિધ મનોરંજન કર લાગુ છે.

પરંતુ ગ્રાહકે દરેક ફિલ્મની ટિકિટ પર GST ચૂકવવો પડતો હોય છે. આ સિવાય કન્વીનિયન્સ ચાર્જ પણ ચૂકવવો પડતો હોય છે. ઉપરાંત, જો તમે મૂવી ટિકિટ ઓનલાઈન બુક કરો છો, તો ફાઉન્ડેશનના નામે ટિકિટ દીઠ અંદાજે રૂ 1 વસૂલવામાં આવે છે, જેનો ઉલ્લેખ ટિકિટ પર હોય છે જ્યારે તમે તેને બુક કરો છો.

આ ઉદાહરણ થી સમજો…

હવે અમે તમને જણાવીએ કે, જો તમે જવાન ફિલ્મની ટિકિટ લગભગ 500 રૂપિયામાં ખરીદો છો, તો તેના પર કેટલો GST લેવામાં આવે છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર જો ટિકિટની કિંમત 100 રૂપિયા સુધીની હોય તો તેના પર 12 ટકા જીએસટીની જોગવાઈ છે. પરંતુ જો ફિલ્મની ટિકિટ 100 રૂપિયાથી વધુ હોય તો 18 ટકા જીએસટી ચૂકવવો પડતો હોય છે. આવી સ્થિતિમાં 500 રૂપિયાની ટિકિટ પર 18 ટકા GST લાગુ થાય છે.

આ સિવાય દરેક ટિકિટ પર કન્વીનિયન્સ ચાર્જ તરીકે વધુમાં વધુ 10 ટકા વસૂલવામાં આવે છે. જો ટિકિટની મૂળ કિંમત 300 રૂપિયા છે, તો તેના પર 18% GST એટલે કે 54 રૂપિયા અને 10% સુવિધા ચાર્જ એટલે કે 30 રૂપિયા ઉમેરવામાં આવે છે. આ સિવાય લગભગ તમામ ટિકિટો પર 1 રૂપિયા દાન તરીકે લેવામાં આવે છે.

કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કરનું વિતરણ

પરંતુ જો ફિલ્મની ટિકિટની કિંમત 100 રૂપિયાથી ઓછી હોય તો તેના પર માત્ર 12 ટકા જ જીએસટી લાગુ પડે છે. એટલે કે, જો મૂવી ટિકિટની મૂળ કિંમત 70 રૂપિયા છે, તો તેના પર 8.40 રૂપિયાનો GST લેવામાં આવે છે, અને જો 10 ટકા સુવિધા ચાર્જ ઉમેરવામાં આવે તો તે 7 રૂપિયા થાય. આ રીતે ફિલ્મની ટિકિટની કુલ કિંમત 85.40 રૂપિયા છે. આ ઉપરાંત ટિકિટ દીઠ 1 રૂપિયા પણ ડોનેશન તરીકે લેવામાં આવે છે.

આ પણ વાંચો: કેટલીક ભૂલો તમારા ફોનની બેટરી ખરાબ કરશેઃ આજે જ બદલો આ આદતો.

Back to top button