ઓડિશામાં સરકાર બનાવ્યા પછી નવીન પટનાયકની તબિયત અંગે તપાસ કરાવીશુંઃ મોદી
- નવીન બાબુની તબિયત અચાનક કેવી રીતે બગડી? કોઈ ષડયંત્રનો ભાગ તો નથી ને: PM મોદી
ઓડિશા, 29 મે:ઓડિશાના મયુરભંજમાં એક જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની BJD સરકાર અને મુખ્યમંત્રી નવીન પટનાયક પર જોરદાર પ્રહારો કર્યા હતા. PM મોદીએ કહ્યું હતું કે, ‘આ ચૂંટણીમાં દેશની સાથે-સાથે ઓડિશાનું ભવિષ્ય પણ નક્કી થશે.’ આ દરમિયાન પીએમ મોદીએ પણ જાહેરાત કરી હતી કે, ‘ઓડિશામાં બીજેપીના CM બનવું નિશ્ચિત છે.’ તેમણે રેલીમાં તારીખ પણ જણાવી કે, ઓડિશામાં બીજેપીના CM 10 જૂને શપથ લેવાના છે. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી નવીન પટનાયક પર પણ કટાક્ષ કર્યો કે, છેલ્લા એક વર્ષમાં તેમની તબિયત અચાનક કેવી રીતે બગડી? નવીન બાબુની તબિયત કોઈ ષડયંત્રનો ભાગ તો નથી ને? જો અમારી સરકાર બની તો ઓડિશાના સીએમની તબિયત કેમ બગડી રહી છે, તેના માટે અમે વિશેષ સમિતિ બનાવીને તેની તપાસ કરાવીશું.
PM Narendra Modi suspects conspiracy behind Odisha CM Naveen Patnaik’s ill health.
He has promised a special committee to probe the deteriorating health of Patnaik. pic.twitter.com/6Nb2Ldnr1q
— subash kumar (@Krishan10_) May 29, 2024
pic.twitter.com/HAjrjCvKDb Look carefully, at Pandian’s foot and how he is gesturing to Naveen Patnaik. As Himant Biswa Sarma said Naveen Babu is an institution & just not any CM. I think the people of Odisha & other BJD senior leaders should intervene & investigate if he is being…
— Gayatri 🇬🇧🇮🇳(BharatKiBeti) (@changu311) May 29, 2024
હકીકતમાં, એક દિવસ પહેલા જ નવીન પટનાયકનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેનો એક હાથ ધ્રૂજતો જોવા મળ્યો હતો. આ વીડિયો બહાર આવ્યા બાદ તેના સ્વાસ્થ્યને લઈને અટકળો શરૂ થઈ ગઈ હતી. ત્યારે ઓડિશાના મયુરભંજમાં એક રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અહીંના લોકોએ 25 વર્ષ સુધી બીજુ જનતા દલ (BJD) પર વિશ્વાસ કર્યો, પરંતુ આ પાર્ટીની સરકારે લોકોના વિશ્વાસ સાથે દગો કર્યો. બીજેડી સરકારે આદિવાસીઓની જમીન હડપ કરી છે અને અહીંના કુદરતી સંસાધનોને લૂંટી લીધા છે.
Just note how Pandiyan is using Naveen Patnaik for power grab pic.twitter.com/izJ1gPJdw3
— Alok Bhatt (Modi Ka Parivar) (@alok_bhatt) May 28, 2024
બીજેડી આદિવાસીઓની જમીન હડપ કરી રહ્યું છે: વડાપ્રધાન
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ બીજેડી સરકાર પર આદિવાસીઓની જમીન હડપ કરવાનું ષડયંત્ર રચવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, બીજેડી સરકારે આદિવાસીઓની જમીન હડપ કરવા માટે કાયદો લાવ્યો પરંતુ જ્યારે ભાજપે દબાણ કર્યું તો તે કાયદો પાછો ખેંચવો પડ્યો. વડાપ્રધાને નિશાન સાધ્યું કે, જો તેમને ફરીથી સરકાર ચલાવવાની તક મળશે તો તેઓ ફરી એકવાર આદિવાસીઓની જમીન હડપ કરવાનું ષડયંત્ર રચશે.
રત્ન ભંડારની ચાવીઓ લઈને પીએમનો પ્રહાર
PM મોદી કહ્યું કે, જેણે પણ અહીંના સંસાધનોને લૂંટ્યા છે તેને પરત કરવા પડશે, લૂંટનો માલ ગમે ત્યાં છુપાવે છે, મોદી એક એક પૈસો કાઢી લેશે. લૂંટારાઓ જેલમાં જશે. જનતા સાથે દગો કરનારાઓ પ્રત્યે કોઈ સહાનુભૂતિ રાખવામાં આવશે નહીં. વડાપ્રધાને અહીં ફરી એકવાર રત્ન ભંડારની ચાવીઓનો મુદ્દો ઉઠાવ્યો અને પટનાયક સરકારને પણ ઘેરી લીધી હતી. તેમણે કહ્યું હતું કે, આખો દેશ જાણવા માંગે છે કે રત્ન ભંડારની ચાવીઓ ક્યાં ગઈ? તપાસ રિપોર્ટમાં કોનું નામ છે? આ સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, બીજેડી સરકાર જે પણ છુપાવી રહી છે, અમારી સરકાર તેને જાહેર કરશે.
60 વર્ષ પર 10 વર્ષનો વિકાસ ભારે
વડાપ્રધાન મોદીએ અહીં કહ્યું કે, કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે દેશમાં ક્યારેય મફત સારવાર અને અનાજ મળી શકશે. આ માત્ર ટ્રેલર છે, આવનારા પાંચ વર્ષમાં ઘણી વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે. જે વિકાસ દાયકાઓમાં દેખાતો ન હતો તે માત્ર એક દાયકામાં દેખાઈ ગયો છે. 2014માં આપણે વિશ્વની 11મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી. પરંતુ આજે તે 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.
INDI ગઠબંધને વિકાસ અટકાવ્યો
વડાપ્રધાન મોદીએ આજે બુધવારે સવારે પશ્ચિમ બંગાળના મથુરાપુરમાં TMC પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ટીએમસી પશ્ચિમ બંગાળની ઓળખને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. બંગાળના મઠો અને સંતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ટીએમસી સમર્થકો ધાર્મિક સંસ્થાઓ અને આશ્રમો પર હુમલા કરી રહ્યા છે. ટીએમસી અને INDI ગઠબંધનથી બંગાળમાં વિકાસ અટકી ગયો છે.
આ પણ જુઓ: પીએમ મોદીની કન્યાકુમારીમાં ધ્યાન કરવાની યોજનાથી કોંગ્રેસ નારાજ, જાણો શું કહ્યું?