ઉત્તર ગુજરાત

પાંચ વર્ષ બાદ ડીસાની બનાસ નદીમાં નીર આવતા કરાયાં વધામણાં

Text To Speech

દાંતીવાડા જળાશયમાં પાણી ની સપાટી 600 ફુટ વટાવી દેતા ચાર ગેટ ખોલીને બુધવારે બપોરે બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હોવાથી ગુરૂવારે વહેલી સવારે ડીસા બનાસ નદીમાં નવા નીર આવ્યા હતા. શહેરને અડીને વહેતી બનાસ નદીમાં સવારે 6 વાગે પાણી પહોંચતા જ લોકો મોટી સંખ્યામાં બનાસ પુલ ઉપર પહોંચ્યા હતા. જ્યારે પાંચ વર્ષ પછી નદીમાં નવા નીર આવતા લોકો ખુશખુશાલ જણાતાં હતા. ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. કેમકે નદી પટના આજુબાજુના વિસ્તારમાં કુવાના અને બોરના પાણી ઉંચા આવશે.જેથી ખેડૂતોને ફાયદો થશે.

ધારાસભ્ય, આગેવાનો અને નગરજનો હાજર રહ્યાં

જ્યારે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહિત આગેવાનો અને નગરજનોની ઉપસ્થિતિમાં ઢોલ સાથે નવા નીરના વધામણાં કરવામાં આવ્યાં હતાં. ત્યારે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ, બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરી, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ કૈલાશભાઈ ગેલોત, ડીસા તાલુકા ભાજપ પ્રમુખ ગલાબજી ઠાકોર, શહેર ભાજપ મહામંત્રી હકમાજી જોષી, રાકેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રામુજી ઠાકોર, ઠાકોર સમાજના આગેવાન અને તાલુકા પંચાયત સભ્ય ભરતજી ધુખ, આખોલ સરપંચ, રમેશભાઈ દેસાઈ સહિત આગેવાનો, ગ્રામજનો અને નગરજનોની ઉપસ્થિતિમાં નવા નીરના વધામણાં કરવામાં આવ્યાં હતાં.

આ અંગે ધારાસભ્ય શશીકાંત પંડ્યા એ જણાવ્યું હતું કે, ડીસા અને બનાસકાંઠા ના ખેડૂતો પાંચ વર્ષ થી નદીની રાહ જોઈને બેઠા હતાં. જે કુદરતે અરજી સાભળતા નદીમાં નવા નીર આવ્યાં છે અને ડીસાપંથકમાં ખેડૂતોને નદીથી ફાયદો થશે.

દાંતીવાડા ડેમ 93.99 ટકા ભરાયો

રાજસ્થાનના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમ છલોછલ ભરાઈ ગયો હતો. જેથી બુધવારે ડેમના ચાર દરવાજા ખોલીને નદી પટમાં પાણી છોડી રહ્યું છે. હાલમાં ડેમમાં 93.99% જળસંગ્રહ થયો છે. જયારે 13374 ક્યુસેક પાણીની આવક સામે એટલુ જ પાણી ચાર દરવાજા ખોલી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણીનું લેવલ હાલ 601.95 ફૂટ જાળવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: ડાયમંડ સિટીમાં ડાયમંડના ગણપતિમાં, ડેકોરેશનમાં હીરા જડિત ગણપતિની ભારે ડિમાન્ડ

મુકેશ્વર ડેમના નદીકાંઠાના ગામોને કરાયા એલર્ટ

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમ બાદ હવે વડગામ તાલુકાના મુકતેશ્વર જળાશયમાં પણ વધી રહેલી પાણીની આવકના પગલે ડેમ સત્તાવાળા હોય એલર્ટ મેસેજ કર્યો છે. હાલમાં પાણીનો જથ્થો 80.11 ટકા (200.30 મીટર) નોંધાયેલો છે. વરસાદને લઈને આગામી દિવસમાં પાણીની જળ સપાટી વધવાની સંભાવના છે. જેને લઈને ડેમના નીચેના નિચાણવાળા વિસ્તારના નદીના કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે લોકોને નદીમાંથી રસ્તો પસાર ન કરવા માટે લોકોને જાગૃત કરવા તલાટી, સરપંચ અને આગેવાનોને જાણ કરવામાં આવી છે.

Back to top button