મોંમાં મરચું ભરીને હોઠ ઉપર ફેવિક્વિક લગાવી દીધી, ક્યાં બની અત્યાચારની ચરમસીમા?
- મધ્યપ્રદેશના ગુનામાં યુવતીની હ્રદયદ્રાવક ઘટના સામે આવી
- મકાન હડપવા પડોસમાં રહેતા આરોપી કરી પીડીતા સાથે ખરાબ રીતે મારપીટ
- આરોપી અને પીડિતા ઘણા સમયથી રિલેશનશિપમાં હતા
મધ્ય પ્રદેશ, 19 એપ્રિલ: મધ્યપ્રદેશના ગુનામાં એક હ્રદય કંપાવનારી ઘટના સામે આવી છે.આ ઘટના વિશે જાણીને તમારું કાળજુ કંપી જસે કે કેવી રીતે કોઈ માણસ મકાન લેવા માટે આ હદ સુધી જઈ શકે. એક માથાફરેલા માણસે મકાન હડપવા માટે એક છોકરીને બંધક બનાવીને તેના પર બહુ ખરાબ રીતે ત્રાસ ગુજાર્યો હતો. આ માથાફરેલા માણસે પહેલા તો છોકરીને બંધક બનાવી પછી આંખોમાં લાલ મર્ચું નાંખ્યું, મોંઢામાં મરચું ભરીને હોઠ ફેવિક્વિકથી ચોટાડી દીધા હતા. આ ઘટના સામે આવતા જે પોલીસ કેસ દાખલ કરીને ઘટનાની તપાસ શરુ કરી દીધી છે.
પીડીતાએ જણાવી આપવીતી
એમપીના ગુનામાં અયાન પઠાન નામના યુવકે એક છોકરીની સાથે હૈવાનિયતની હદે ત્રાસ ગુજાર્યો હતો. આરોપીએ છોકરીને બંધક બનાવીને તેને ઢોર માર માર્યો હતો. આ પછી છોકરીની આંખોમાં મરચું પાવડર નાંખ્યો હતો. મરચાંને હોઠોમાં ભરીને ફેવીક્વીકથી હોઠ ચોંટાડી દીધા હતા.છોકરીના પિતાનું અવસાન થઈ ગયું છે અને તેની માંના નામે આ પૈતૃક મકાન છે આથી આરોપી તેના મકાન ઝડપવા માંગતો હતો. પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, ‘ આરોપી અયાન તેના ઘરની પાસે જ રહેતો હતો અને તેની નજર મારા પૈતૃક ઘર પર હતી. તે ઈચ્છતો હતો કે આ મકાન તેના નામે થઈ જાય જેનો વિરોધ કરતા તેણે મારી સાથે ત્રાસ ગુજાર્યો. પીડિતાનું કહેવું છે કે તે મને પહેલા પણ હેરાનગતિ કરતો હતો, પણ આ વખતે તેણે મારી સાથે બહુ ખરાબ કર્યું છે.’ આ ઘટના સામે આવતા પોલીસ સુધી ફરિયાદ પહોંચી હતી જે પછી પોલીસે કેસ દાખલ કરીને અયાનની ધરપકડ કરી હતી. પીડિતાની આપવીતીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. આમ પોતાની સાથે બનેલી ઘટનાને પીડીતાએ પોલીસને જણાવી હતી.
પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરાઈ
પીડિતાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેનું આખું મોઢું સોજાય ગયેલું હતું. શરીરમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ડોક્ટર તેની સારવાર કરી રહ્યા છે. આ કેસમાં પોલીસનું કહેવું છે કે પીડિતા અને આરોપી બંને બે વર્ષથી રિલેશનશિપમાં હતા. રિલેશનશિપને લઈને પણ બંને વચ્ચે ઝઘડા થતા હતા. હાલમાં તેની વિરોધમાં કેસ દાખલ કરીને આરોપીના ઘરની તપાસતા સમયે ગેરકાનુની દારુ પણ મળી આવ્યા હતા. સનકી આરોપીની શિકાર બનેલી છોકરી હોસ્પિટલમાં દાખલ છે. હાલમાં તેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. ઘટના પછી તે ઘણી જ ડરી ગયેલી જોવા મળી રહી છે.
શું કહ્યું ASP એ?
આ પુરા ઘટનાક્રમને લઈને ASP માન સિંહ ઠાકુરે કહ્યું કે પોલીસ આ ગંભીર ગુનાની તપાસ કરી તો જાણવા મળ્યું કે આરોપી યુવક અને પીડિતા ઘણા સમયથી એકબીજા સાથે સંપર્કમાં હતા. આરોપી અયાને યુવતી સાથે બહુ ખરાબ રીતે મારપીટ કરી હતી. ઈજાગ્રસ્ત યુવતીને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાઈ છે અને યુવકની ધરપકડ કરીને તેની વિરોધમાં કાર્યવાહી ચાલી રહી છે.
આ પણ વાંચો: મિલકતના ઝઘડામાં માતા-પુત્રી ગુસ્સે ભરાયાં, 7 વીઘામાં તૈયાર શેરડીનો પાક સળગાવી નાખ્યો