ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો થતાં પ્રેમીએ ચાલું વિમાનનો દરવાજો ખાલી નાખ્યો, મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયાં
અમેરિકા, 9 જાન્યુઆરી 2025 : અમેરિકાના બોસ્ટન લોગન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જેટબ્લૂ ફ્લાઈટમાં એક મુસાફર દ્વારા અચાનક ઈમરજન્સી ગેટ ખોલવાના કારણે અફરા તફરી મચી ગઈ. આ ઘટના ફ્લાઈટ 161માં થઈ હતી, જે પ્યર્ટો રિકોના સૈન જુઆન રવાના થવાની હતી. આરોપી યાત્રીની ઓળખાણ પ્યૂર્ટો રિકો નિવાસી એંજલ લુઈસ ટોરેસ મોરાલેસ તરીકે થઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અન્ય યાત્રીઓએ તરત મોરાલેસને રોકી લીધો.
આ ઘટના મંગળવાર સાંજે લગભગ 7.30 કલાકે થઈ, જ્યારે વિમાન ટેક્સી કરી રહ્યું હતું. ટેક્સીંગ એરપોર્ટ પર કોઈ વિમાન જમીન પર ચાલવાની પ્રક્રિયાને કહે છે. આ એવી સ્થિતિ હોય છે, જ્યારે વિમાન રન વે પર ઉડાન ભરતા અથવા લેન્ડીંગ બાદ પાર્કિંગ ક્ષેત્ર સુધી જવા માટે ધીમી ગતિએ ચાલે છે. ટેક્સીંગ દરમ્યાન વિમાનનું એન્જીન ચાલૂ હોય છે અને પાયલટ વિમાનને નિયંત્રિત કરે છે. વિમાનના પૈડાની મદદથી ટેક્સીવે પર ચલાવવામાં આવે છે. આ પ્રક્રિયા ઉડાન શરુ કરતા અને ખતમ કરવાનો એક ભાગ હોય છે.
મૈસાચુસેટ્સ રાજ્ય પોલીસના પ્રવક્તા મેકગર્કે જણાવ્યું કે, ટોરેસ મોરાલેસે અચાનક અને કોઈ પણ પ્રકારની ચેતવણી વિના વિંગ પર આવેલ ઈમરજન્સી ગેટ ખોલી નાખ્યો, જેના કારણે ઈમરજન્સી સ્લાઈડ એક્ટિવ થઈ ગઈ. એરલાઈને પોતાના એક નિવેદનમાં પુષ્ટિ કરી કે આ ઘટનાના કારણે ફ્લાઈટમાં મોડું થયું. યાત્રીઓને બીજા વિમાનથી મોકલવામાં આવ્યા.
ઘટનાસ્થળ પર હાજર યાત્રીઓએ તેને તણાવપૂર્ણ ક્ષણ ગણાવી. ફ્લાઈટમાં રહેલા યાત્રી ફ્રેડ વિને જણાવ્યું હતું કે, ટોરેસ મોરાલેસ પોતાની ગર્લફ્રેન્ડ સાથે મોબાઈલ ફોનને લઈને ઝઘડી રહ્યો હતો. વિને જણાવ્યું કે, મને લાગે છે કે બોયફ્રેન્ડ પોતાની ગર્લફ્રેન્ડનો ફોન જોવા માગતો હતો. પણ તેને ના પાડી દીધી, ત્યાર બાદ અચાનક તે ઉઠી ગયો, વિમાનની વચ્ચે દોડતા ઈમરજન્સી ગેટ તરફ ગયો અને તેને ખોલી દીધો.
આ પણ વાંચો : અમેરિકાથી વિશ્વભરના હિન્દુઓ માટે આવ્યા ગૌરવપૂર્ણ સમાચાર, જાણો શું છે