ગુજરાતટ્રેન્ડિંગ

મોરબીમાં નકલી દારૂ અને ટોલનાકા બાદ હવે નકલી એન્જિન ઓઇલનો પર્દાફાશ

Text To Speech
  • ડુપ્લીકેટ એન્જિન ઓઇલ પેકિંગ અને વેચાણ કરનાર બે શખસને ઝડપી પાડ્યા
  • અસલી કંપનીના નામે વેચતા હતાં ડુપ્લીકેટ ઓઇલ
  • બેરલ મળીને કુલ 67,800 સહિત 23 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

મોરબીમાં નકલી દારૂ અને ટોલનાકા બાદ હવે નકલી એન્જિન ઓઇલનો પર્દાફાશ થયો છે. જેમાં નકલી ખાદ્ય વસ્તુથી માંડી નકલી અધિકારી અને નકલી ન્યાયાધીશ સુધી ગુજરાતમાં મળી રહે છે. આટલા બધાં નકલીની વચ્ચે મોરબીમાં નકલી દારૂ અને ટોલનાકા બાદ હવે નકલી એન્જિન ઓઇલનો પર્દાફાશ થયો છે.

ડુપ્લીકેટ એન્જિન ઓઇલ પેકિંગ અને વેચાણ કરનાર બે શખસને ઝડપી પાડ્યા

મોરબી જિલ્લામાં કંપનીના નામે ડુપ્લીકેટ ઓઇલનું પેકેજિંગ કરીને વેચાતું હોવાનો પર્દાફાશ થયો છે. મોરબીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ટંકારાના લજાઈ ગામની સીમમાં આવેલા ગોડાઉનમાં દરોડા પાડી ડુપ્લીકેટ એન્જિન ઓઇલ પેકિંગ અને વેચાણ કરનાર બે શખસને ઝડપી પાડ્યા છે. જેની ઓળખ મેહુલ અને અરૂણ તરીકે થઈ છે. બંને આરોપી પાસેથી 23.17 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. બંને આરોપીને SMC દ્વારા ટંકારા પોલીસ મથકને સોંપી દેવાયા છે.

અસલી કંપનીના નામે વેચતા હતાં ડુપ્લીકેટ ઓઇલ

લજાઈ ગામમાં આવેલી મારુતિ ઈન્ડસ્ટ્રીયલ એરિયાના ગોડાઉનમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યા હતાં. જેમાં મેક લુબ્રિકન્ટ, સર્વો સુપર, ગલ્ફ સીએનજી અને હીરો જેન્યુન કંપનીના નામે ડુપ્લીકેટ એન્જીન ઓઇલ ભરી વેચાણ કરાવાનું કૌભાંડ ઝડપાયું છે. જેમાં સ્થળ પરથી SMC ટીમે 17 લાખથી વધુની કિંમતનું 21,488 લિટર ડુપ્લીકેટ એન્જીન ઓઇલ, 25 હજાર રૂપિયાના બે મોબાઇલ, 5 લાખ રૂપિયાનું એક વાહન, 5200 રોકડા તેમજ 3 નંગ MRP પ્રિન્ટ મશીન, મોટર, બેલ્ટ મશીન, ઇલેક્ટ્રોનિક વજન કાંટો, સિલીંગ મશીન, ઓઇલ ભરવાનું મશીન, બોટલ સિલીંગ મશીન અને બેરલ મળીને કુલ 67,800 સહિત 23 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચો: ગુજરાત: દિવાળીના તહેવારમાં દ્વારકાના જગત મંદિરે દર્શન કરવા જતા હોય તો આ સમાચાર ખાસ વાંચો

Back to top button