ગુજરાતમાં નકલી પનીર, ઘી બાદ અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો
- ખાનગી ગોડાઉનમાંથી 4,267 કિલો અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો
- અખાદ્ય ગોળનો જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ
- પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે
ગુજરાતમાં નકલી પનીર, ઘી બાદ અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો છે. જેમાં ડાંગમાં આહવાના ખાનગી ગોડાઉનમાંથી 4,267 કિલો અખાદ્ય ગોળનો જથ્થો જપ્ત કરાયો છે. બાતમીના આધારે પોલીસે ખાનગી ગોડાઉનમાં રેડ પાડી હતી. તેમજ પોલીસે 2 લોકોને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખાનગી ગોડાઉનમાંથી 4,267 કિલો અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો
રાજ્યમાં ભેળસેળ યુક્ત ખાદ્યપદાર્થ ઝડપાયાના બનાવો અવાર-નવાર આવતા હોય છે. રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ ગુજરાતમાં અનેક જગ્યાએ દરોડા પાડે છે. કડકમાં કડક સજાઓ અને દંડ પણ ફટકારવામાં આવે છે, છતા અસામાજીક જે જનતાના દુશ્મન બનીને ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરીને આજની યુવા પેઢીને ખતમ કરવાનું કામ કરી રહ્યા છે. તેવામાં ડાંગના આહવામાં આવેલી એક ખાનગી ગોડાઉનમાંથી 4,267 કિલો અખાદ્ય ગોળનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
અખાદ્ય ગોળનો જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી
ગોળનો ઉપયોગ સામાન્ય રીતે દરેક ઘરમાં થાય છે. ગોળ ખાવાના પોતાના આગવા ફાયદા છે. પરંતુ શું તમે જાણો છો કે ગોળની વધતી માંગને ધ્યાનમાં રાખીને તેમાં ભેળસેળ કરવામાં આવી રહી છે અને તેવા ગોળને બજારમાં મોટા પાયે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ભેળસેળવાળો ગોળ ખાવાથી શરીર પર હાનિકારક અસર થાય છે. પરંતુ ભેળસેળ કરનારાઓને લોકોના જીવથી કોઈ ફરક પડતો નથી. તેવામાં પોલીસે ડાંગના આહવામાં આવેલી એક ખાનગી ગોડાઉનમાંથી 4,267 કિલો અખાદ્ય ગોળનો જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે.
પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ, ડાંગમાં આવેલા આહવા પટેલપાડા ખાતે અનાજ કરીયાણાની દુકાન ચલાવતા સુનિલ રાજપુત અખાદ્ય ગોળનો જથ્થો ઉતારતા રંગે હાથ ઝડપાયો હતો. આહવા પોલીસે બાતમીને આધારે રેડ કરતા 264 બોક્ષમાં અખાદ્ય ગોળ મળી આવ્યો હતો. પોલીસે 4,267 કિલો અખાદ્ય ગોળ જેની કિંમત 44,660 સાથે 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.