કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી વિદેશી સિગારેટનો 33 કરોડનો જથ્થો ઝડપાયો
ગુજરાતમાં ડ્રગ્સ બાદ હવે સિગારેટ, અને ઈ-સિગારેટ પણ પકડાઈ રહી છે. મુન્દ્રા પોર્ટમાં વધુ એક વખત કરોડોની વિદેશી સિગારેટો ઝડપી લેવામાં આવી છે. ત્યારે ચાલુ વર્ષે DRI અમદાવાદ દ્વારા સિગારેટ,ઈ-સિગારેટની આ પાંચમી મોટી કાર્યવાહી છે. ત્યારે થોડા સમયથી મુન્દ્રા પોર્ટ પર વિદેશી બ્રાન્ડની સિગારેટનો સિલસિલો જોવા મળી રહ્યો છે. આ સાથે જ કચ્છના મુન્દ્રા પોર્ટ પર DRIની વધુ એક કાર્યવાહી સામે આવી છે. અમદાવાદ DRIની ટીમે મુન્દ્રા પોર્ટ પરથી વિદેશી સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે.
3 કરોડનો જથ્થો ઝડપાયો
મળતી માહિતી મુજબ કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી વિદેશી બ્રાન્ડની સિગારેટનો આશરે રૂ. 33 કરોડનો જથ્થો ઝડપાયો છે. ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની ટીમે વિદેશી બ્રાન્ડનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો. DRI દ્વારા અત્યારે આ જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. DRI અમદાવાદ દ્નારા મુન્દ્રા પોર્ટ પરથી વિદેશી બ્રાન્ડની સિગારેટ (માન્ચેસ્ટર અને મૅક આઇસ બ્રાન્ડ્સ)નું કન્ટેનર લોડ હતું જે ઝડપી પડાયું છે.
મુન્દ્રા પોર્ટ પરથી વિદેશી સિગારેટ
આ જથ્થો રેડીમેડ કપડાના નામે લાવવામાં આવી રહ્યો હતો. આ નાણાકીય વર્ષમાં જપ્તીઓની કુલ કિંમત 135 કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. એપ્રિલ 2022માં 17 કરોડ રૂપિયાની વિદેશી બ્રાન્ડની સિગારેટ જપ્ત કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2022ના મહિનામાં 68 કરોડની કિંમતની ઇ-સિગારેટની બે જપ્તી કરવામાં આવી હતી. આ મહિનાની શરૂઆતમાં મુંદ્રા પોર્ટ પરથી રૂ. 17 કરોડની કિંમતની વિદેશી બ્રાન્ડની સિગારેટનું બીજું કન્ટેનર જપ્ત કરવામાં આવ્યું હતું.
ત્રણ લોકોનીકરાઈ ધરપકડ
ડિરેક્ટોરેટ જનરલ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ એટલે કે DRI એ કચ્છના મુંદ્રા પોર્ટ પરથી રૂ.17 કરોડની વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં શિપિંગ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સહિત ત્રણ લોકોની પણ ધરપકડ પણ થઈ હતી. જેમાં ખૂલ્યું હતું કે 1 એપ્રિલે એક કન્ટેનર જપ્ત કર્યું હતું. જેમાં 84 લાખની વિદેશી સિગારેટની દાણચોરી કરવામાં આવી હતી. 168 મિલિયનનું આ કન્સાઇનમેન્ટ UAEથી મંગાવવામાં આવ્યું હતું. અને હોટેલ સપ્લાયનું સ્ટીકર ચોંટાડી દેવામાં આવ્યું હતું. આ કિસ્સામાં આરોપી વ્યક્તિ ગાંધીધામની એક શિપિંગ કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર હતો, બીજો દુબઈ સ્થિત કંપનીનો ભાગીદાર અને ત્રીજો બેંગ્લોરનો સહયોગી હતો.
આ પણ વાંચો; ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડેને મોટી સફળતા, પાકિસ્તાનની બોટમાંથી 350 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું