મનોરંજન

ધોની બાદ હવે સર જાડેજાએ ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ઝંપલાવ્યું : પત્ની રીવાબાના હસ્તે થતાં મુર્હતની તસ્વીર વાયરલ

Text To Speech

હાલમાં ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલ બોર્ડર ગાવાસ્કર ટ્રોફીમાં રવિન્દ્ર જાડેજાએ જબરદસ્ત પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયાને પરેશાન કર્યુ છે. દિલ્લી અને નાગપુર ટેસ્ટમાં જાડેજાએ કાંગારુ ખેલાડીઓને પરેશાન કરી દીધા હતા. હવે અમદાવાદ ટેસ્ટ 9 માર્ચથી શરુ થનારી છે. આ પહેલા જ જાડેજાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. સર જાડેજા હવે ફિલ્મી દુનિયામાં પણ નજર આવી શકે છે. જાડેજાની આ નવી ઈનીંગના સમાચાર એક ફિલ્મના મુર્હતની તસ્વીરને લઈ સામે આવ્યા છે. રવિન્દ્ર જાડેજા ફિલ્મોની દુનિયામાં કો-પ્રોડ્યુસર તરીકે નજર આવશે.

બોલિવુડની 63 વર્ષીય એક્ટ્રેસ નીના ગુપ્તાનો અભિનય

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા બોલિવુડની 63 વર્ષીય એક્ટ્રેસ નીના ગુપ્તાની અભિનય ધરાવતી ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ ફિલ્મનુ નામ ‘પચ્ચત્તર કા છોરા’ છે અને જેનુ હવે શુટિંગ થનારુ છે. આ ફિલ્મને રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની જામનગરની ધારાસભ્ય રિવાબા જાડેજા બંને સાથે કો-પ્રોડ્યુસર છે. નીના ગુપ્તાની ફિલ્મના મુર્હતની એક તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. જેમાં રવિન્દ્રના પત્ની રિવાબા જાડેજા પણ નજર આવી રહ્યા છે. રિવાબા હાલની સામાન્ય ચુંટણીઓમાં વિધાનસભાની ચૂંટણી જીત્યા છે.

રાજસ્થાનમાં થશે ફિલ્મનું શુટિંગ

ફિલ્મનુ શુટિંગ શરુ થયુ છે. જેની શરુઆત રાજસ્થાનમાં થનારી છે. ફિલ્મની કહાની પણ અજબ છે. નીના ગુપ્તા 17 વર્ષ નાના યુવક હુડ્ડા સાથે રોમાંસ કરતી નજર આવનારી છે. રવિન્દ્ર જાડેજા આ ફિલ્મનુ નિર્માણ કરવામાં જોડાયો છે. આ સાતે જ તે ફિલ્મી દુનિયામાં હવે પગ માંડી ચુક્યો છે. હાલમાં તે શરુઆત ફિલ્મ પ્રોડક્શનમાં જોડાયો છે. તે ખુદ ફિલ્મોમાં નજર આવશે કે નહીં તે ને લઈને પણ ફેન્સ અત્યારથી જ આ તસ્વીર જોઈને વિચારવા લાગ્યા છે.

Back to top button