દિલ્હી બાદ અમદાવાદની હવા પણ ઝેરી બની રહી છે, આ વિસ્તારોમાં પ્રદૂષણ સૌથી વધુ
એક તરફ સમગ્ર દેશમાં દિલ્હીની હવામાં પ્રદૂષણ અંગે ચર્ચા થઈ રહી છે ત્યારે રાજ્યના દિલ સમાન અમદાવાદની હવામાં પણ પ્રદૂષણ વધી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદ શહેરમાં હવામાં ઠંડક વધતાની સાથે જ હવે હવા ઝેરી બની છે. સતત હવામાં પ્રદૂષણની માત્રામાં વધારો શહેરીજનો માટે ચિંતાજનક બાબત છે. સતત બીજા દિવસે પીરાણા અને બોપલમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યંત ખરાબ શ્રેણીમાં નોંધાયો છે.
આ પણ વાંચો : આજે ‘રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ’ : જાણો તેનાં ઇતિહાસ, મહત્વ અને થીમ વિશે
ક્યા વિસ્તારમાં શું છે હવમાનનું સ્તર ?
અમદાવાદના બોપલ AQI 321 નોંધાયો છે જ્યારે પીરાણા અને આસપાસના વિસ્તારમાં AQI 301 નોંધાયો છે જે આસપાસના વિસ્તારમાં પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચ્યતા દર્દીઓ માટે મુશ્કેલી વધારનારું છે. 200થી 300 વચ્ચેના AQI ખરાબ ગણાય છે. 300 થી 400 વચ્ચેના AQIને અત્યંત ખરાબ ગણાય છે. આ જોતાં અમદાવાદની હવા પણ હવે ઝેરી બનતી જઇ રહી છે.
નોંધનીય છે કે AQIના જુદા જુદા એકમો પ્રદૂષણનું સ્તર નક્કી કરે છે. 200થી 300 વચ્ચેના AQI ખરાબ ગણાય છે. 300 થી 400 વચ્ચેના AQIને અત્યંત ખરાબ ગણાય છે. દિલ્લી બાદ અમદાવાદ માટે વધતું જતું પ્રદુષણ એક ગંભીર સમસ્યા બનતી જઇ રહી છે. દિવાળી બાદ અમદાવાદમાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયુ છે.
કેમ પ્રદૂષિત થઈ અમદાવાદની હવા ?
રાજ્યભરમાં બે વર્ષ બાદ દિવાળીની ઉજવણી થઈ હતી. ત્યારે દિવાળીમાં અમદાવાદમાં અઢળક ફટાકડા ફોડ્યા બાદ હવા પ્રદૂષિત થઇ છે. આ વચ્ચે હવામાં ઠંડક વધતાં અને પારો નીચે જતાં પ્રદૂષણનું સ્તર ઉપર જઈ રહ્યું છે. પ્રદૂષણના કારણે શહેરના AQIમાં વધારો થયો છે. ત્યારે અમદાવાદ માટે વધતુ જતુ પ્રદુષણ એક ગંભીર સમસ્યા બનતી જઇ રહી છે.
આ પણ વાંચો : વિધાનસભા ચૂંટણી દરમ્યાન તંત્ર આવ્યું હરકતમાં : હેલ્પ લાઇન નંબર પર તમામ ફરિયાદોનું મળી જશે નિરાકરણ
ખાસ વાત છે કે, તહેવારો દરમિયાન ફોડવામાં આવતાં ફટાકડાની હાલમાં આડઅસર હાલમાં જોવા મળી રહી છે. ફડાકડામાં રહેલા ઝેરી તત્વો હવામાં ભળે છે, ઝેરી વાયુ, ઝેરી ધૂમાડો, કાર્બન ડાયોક્સાઈનું પ્રમાણ વાતાવરણમાં વધારી દે છે તેના કારણે વાયુ પ્રદુષણનું જોખમ વધી જાય છે. આમ દિવાળીના તહેવારમાં શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ વધી ગયો છે.