કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

વિસાવદરમાં સિંહના મૃતદેહ બાદ નજીકના ખેતરમાંથી તેના વાળ મળ્યા, એકની અટકાયત

Text To Speech

જૂનાગઢ, 17 જૂન 2024, બે દિવસ પહેલાં જૂનાગઢ જિલ્લામાં ઓઝત નદીના કાંઠેથી એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. વન વિભાગ દ્વારા મૃતદેહને પીએમ માટે સક્કરબાગ ઝૂ મા લઈ જવામાં આવ્યો હતો. મૃતદેહ કોહવાયેલી હાલતમાં હોવાથી પીએમ કરવું પણ મુશ્કેલ હતું. બીજી તરફ વનવિભાગને જ્યાંથી મૃતદેહ મળ્યો ત્યાં નજીકના ખેતરમાંથી સિંહના વાળ મળી આવ્યાં છે. જેથી એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી તેને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ દ્વારા પૂછપરછ માટે એક દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે.

નજીકના ખેતરમાંથી વાળ અને અન્ય અવશેષો મળ્યા
વિસાવદર તાલુકાના એક ગામેથી જે જગ્યા પર થી મૃતદેહ મળ્યો હતો તે નજીકના અલગ અલગ જગ્યાએથી સિંહના વાળ અને અન્ય અવશેષો પણ એકત્રિત કરવામાં આવ્યા હતા. જેને આધારે વન વિભાગ દ્વારા એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટ દ્વારા પૂછપરછ માટે એક દિવસના રિમાન્ડ પણ આપવામાં આવ્યા હતા. વન વિભાગ દ્વારા જે શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી તે વ્યક્તિના ખેતરમાં સિંહના અલગ અલગ અવશેષો મળ્યા હતા. આ વ્યક્તિના ખેતરમાં રેવલિંગ કરવામાં આવ્યાનું પણ સામે આવ્યું છે અને પુરાવાના નાશ કર્યા હોય તેવું પણ લાગી રહ્યું છે. જેની હાલ વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

સિંહ પુખ્ત વયનો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું
ઘંટીયાણ ગામના માજી સરપંચે મીડિયાને જણાવ્યું હતું કે 14 તારીખે ગામના સરપંચે મને જાણ કરી હતી કે ગામની નદીમાં એક મૃતદેહ જેવું તરે છે. જ્યારે આ મામલે તપાસ કરતા આ મૃતદેહ સિંહનો મૃતદેહ હતો. જે મામલે વિસાવદર રેંજના વન વિભાગના અધિકારીને મેં જાણ કરી હતી. આ મામલે જુનાગઢ સીસીએફ આરાધના શાહુએ જણાવ્યું હતું કે સકરબાગ ઝૂ દ્વારા સિંહના મૃતદેહનું પીએમ કરવામાં આવ્યું છે. આ સિંહ પુખ્ત વયનો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. જુનાગઢ વન વિભાગ, ગીર પશ્ચિમ વન વિભાગ, સાસણ ફોરેન્સિક ટીમ, સકરબાગ વેટેનરી ડોક્ટર ટીમ અને ટાસ્ક ટીમ દ્વારા મૃતદેહ મળેલ વિસ્તારનું કોમ્બિંગ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ સાસણ ગીર જવાનું વિચારો છો? તો જાણી લો સિંહ દર્શન ક્યાં સુધી બંધ રહેશે?

Back to top button