ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

દીકરીની UPSCની પરીક્ષા છૂટી જતાં માતા બેભાન, પિતાની હાલત ખરાબ! જુઓ આ હૃદયસ્પર્શી વીડિયો

  •  IAS પરીક્ષામાં મોડું થવાને કારણે એન્ટ્રી ન મળતા માતા-પિતાની ખરાબ હાલત જોઈ દીકરીએ અદ્ભુત ધીરજ રાખી 
  • છોકરીના માતા-પિતા પરીક્ષા કેન્દ્ર પર ખરાબ રીતે રડવા લાગ્યા અને માતા-પિતાની આવી ખરાબ હાલત જોઈ બધા ભાવુક થઈ ગયા

નવી દિલ્હી, 18 જૂન: ગુરુગ્રામનો એક વીડિયો ગઈકાલે સોમવારથી ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જ્યાં સિવિલ સર્વિસિસ (UPSC પ્રિલિમિનરી) પરીક્ષાના કેન્દ્ર પર કથિત રીતે મોડા આવવાના કારણે રોકવામાં આવેલી છોકરીની માતા ગેટ પર જ બેભાન અવસ્થામાં પડી ગઈ હતી. જ્યારે પિતા એક તક આપવા વિનંતી કરતાં ખરાબ હાલતમાં જોવા મળ્યા હતા. ક્યારેક તે તેની પત્ની તરફ જુએ છે, તો ક્યારેક તે ગેટની અંદર હાજર પરીક્ષાકર્મીઓને આજીજી કરતાં જોવા મળે છે અને આ બધાની વચ્ચે એક એવી છોકરી પણ છે જેની એક વર્ષની મહેનત થોડીક સેકન્ડમાં બરબાદ થઈ ગઈ. તમે કલ્પના કરી શકો છો કે તેણી કઈ માનસિક સ્થિતિમાંથી પસાર થઈ રહી હશે. પરંતુ લાગણી અને ભીડથી ભરેલા આ આખા દ્રશ્યમાં જે સૌથી અદ્ભુત વસ્તુ દેખાય છે તે છે છોકરીની ધીરજ. વીડિયોમાં માત્ર છોકરી પોતે જ નહીં, પરંતુ તે જે ડહાપણથી તેના પિતા અને બેભાન માતાને સંભાળે છે તે પણ પ્રશંસનીય છે. તેણી તેના પિતાને કહે છે – પપ્પા આગલી વખતે પેપર આપી દઇશું. 

હકીકતમાં, UPSCએ રવિવારે દેશભરના વિવિધ કેન્દ્રો પર સિવિલ સર્વિસિસ (પ્રિલિમિનરી) પરીક્ષા 2024નું આયોજન કર્યું હતું. જેમાં લાખો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પરીક્ષાનું પ્રથમ સત્ર સવારે 9 વાગ્યે શરૂ થયું હતું. ગુરુગ્રામના એક કેન્દ્ર પર, એક છોકરીને મોડા આવવા માટે પરીક્ષા આપવાથી અટકાવવામાં આવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સાક્ષી નામના યુઝરે એક્સ(ટ્વિટર) પર શેર કરેલા વાયરલ વીડિયોમાં ઉમેદવારની માતા બેભાન અવસ્થામાં જોવા મળે છે. જ્યારે પિતા આજીજી કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો

વાયરલ વીડિયોમાં તેના પિતા રડતા જોઈ શકાય છે. વીડિયોમાં છોકરી કહી રહી છે, “પપ્પા! પાણી પી લો. તમે આવું કેમ કરો છો? પપ્પા, આપણે આગલી વખતે આપી દઇશું. કોઈ એવી વાત નથી.” પિતા કહે છે, “એક વર્ષ ગયું, બાબુ આપણું.” જેના જવાબમાં છોકરીએ જવાબ આપ્યો કે, “કોઈ વાંધો નહીં! મારી ઉંમર ક્યાં નીકળી જાય છે.” પિતા અને પુત્રી રડતી માતાને સાંત્વના આપવાનો પ્રયાસ કરે છે જે વારંવાર કહે છે, “હું જઈશ નહીં.”

વીડિયો જોયા બાદ યુઝર્સે શું પ્રતિક્રિયાઓ આપી?

સોશિયલ મીડિયા યુઝરે વીડિયોના કેપ્શનમાં લખ્યું કે, “હૃદયસ્પર્શી વીડિયો. આજે UPSC પ્રિલિમિનરી પરીક્ષા માટે તેમની પુત્રી સાથે આવેલા માતા-પિતાની હાલત આવી છે, કારણ કે તેમની પુત્રીને સવારે 9:30 વાગ્યે પરીક્ષા શરૂ થાય છે, તેણી સવારે 9 વાગે ગેટ પર હતી, પરંતુ સેક્ટર 47ની આદર્શ વિદ્યાલયના પ્રિન્સિપાલે તેમને અંદર જવા દીધા નહીં.”

શેર કરવામાં આવ્યો ત્યારથી, આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 2.5 મિલિયન વ્યૂઝ અને સાત હજાર લાઈક્સ મળ્યા છે. એક યુઝરે લખ્યું કે, “પ્રિન્સિપાલ અહીં છે, રિપોર્ટિંગ સમય પછી કોઈને મંજૂરી નથી.” અન્ય એક યુઝરે લખ્યું કે, “મેં પણ ગઈકાલે પરીક્ષા આપી હતી, તેઓએ મને સવારે 9 વાગ્યા પછી પણ અંદર જવાની મંજૂરી આપી. પરંતુ કેટલીક કૉલેજોમાં, તે પ્રિન્સિપાલ પર નિર્ભર કરે છે કે તેઓએ ઉમેદવારોને સવારે 9:25 વાગ્યા સુધી મંજૂરી આપી અને તે પછી ગેટ બંધ કરી દીધો, તે દયાળુ હતા.

જો કે, આ વીડિયો જોયા બાદ બીજા એક યુઝરે કહ્યું કે, “આ એ પ્રકારનું દબાણ છે જેમાં માતા-પિતા પોતાના બાળકોને એ વિચારવા મજબૂર કરે છે કે પરીક્ષામાં નિષ્ફળ થવું એટલે જીવનનો અંત લાવવા સમાન છે. બિચારી છોકરી તેની માતા કરતાં વધુ સારી ભાવનાત્મક નિયંત્રણ ધરાવે છે.” એક વ્યક્તિએ કહ્યું કે, “ભગવાન, કલ્પના કરો કે જો માતા-પિતા જાહેરમાં આવું વર્તન કરી રહ્યા છે તો છોકરી પર પરીક્ષા પાસ કરવા માટે કેવું દબાણ હશે.

આ પણ જુઓ: ગુજરાત કોલેજમાં MA, M.SCના કોર્સ થયા બંધ, ABVPએ કર્યો વિરોધ

Back to top button