મનોરંજન

ડેટિંગ બાદ હવે લગ્નના સમાચાર, રાઘવ અને પરિણીતીની જલ્દી જ થઈ શકે છે સગાઈ

Text To Speech

બોલીવુડની જાણીતી અભિનેત્રી પરિણીતી ચોપરા આ દિવસોમાં રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને લઈને ચર્ચામાં છે. પરિણીતી ચોપરા અને અભિનેત્રી રાઘવ સાથે ઘણી વખત જોવા મળ્યા છે, જેના કારણે તેમની ડેટિંગની અફવાઓ સતત ઉડી રહી છે. અફવાઓમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને રિલેશનશિપમાં છે. જો કે બંનેએ આ અંગે કોઈ સત્તાવાર જાહેર કર્યું નથી ત્યારે હવે આ બંનેના પરિવારના સમાધાનના સમાચાર પણ સામે આવી રહ્યા છે.

રાઘવ અને પરિણીતી-humdekhengenews

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા કરશે સગાઈ

જાણકારી મુજબ અભિનેત્રી પરિણિતી ચોપરા તથા આપના સાંસદ રાઘવ ચઢ્ઢાની સગાઈની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. આ માટે બંનેના પરિવારે પણ સંમતી આપી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલુ જ નહીં પરંતુ આ બંન્નેના પરિવાર જનોએ તેમની સગાઈની તૈયારીઓ પણ શરુ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. અને ટૂંક સમયમાં આ બંન્નેની સગાઈની તારીખ પણ જાહેર થઈ છે.

રાઘવ અને પરિણીતી-humdekhengenews

પરિવારે શરુ કરી તૈયારી

TOIના એક નવા અહેવાલ મુજબ, બંનેના પરિવારોએ લગ્નને લઈને ચર્ચા શરૂ કરી દીધી છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે રાઘવ અને પરિણીતી ચોપરા બંન્ને એક બીજાને ખુબ પસંદ કરે છે. જેના કારણે બંન્નેએ રિલેશનમાં આવવાનું પસંદ કર્યું .થોડા દિવસો પહેલા બંનેને એક રેસ્ટોરન્ટની બહાર સાથે જોવા મળ્યા હતા ત્યારથી બંનેના ડેટિંગના અહેવાલો સામે આવી રહ્યા છે. જોકે બંને આ મામલે હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી.

રાઘવ અને પરિણીતી-humdekhengenews

બંન્ને નથી કર્યો કોઈ ખુલાસો

અભિનેત્રી પરિણિતી ચોપરા તથા આપના સાંસદ રાઘવ ચઢ્ઢા બોલીવૂડ તથા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા છે.આ અંગે રાઘવ ચઢ્ઢાને પૂછાતાં તેમણે ‘મારી સાથે રાજનીતિની વાત કરો, પરિણિતિની નહીં’ એમ કહી જવાબ આપવાનું ટાળ્યુ હતું. ત્યારે આ અંગે રાજકારણમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.

રાઘવ અને પરિણીતી-humdekhengenews

રાજકારણમાં ચર્ચાનો વિષય

રાજ્યસભામાં ચર્ચા દરમિયાન પણ રાઘવ ચઢ્ઢાએ કોઈ મુદ્દે બોલવાનો પ્રયાસ કરી રહ્યા હતા, આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધાનખડે, ‘તમે શાંત રહો આજકાલ તમે તો સોશિયલ મીડિયા પર આમ પણ બહુ છવાઈ ગયા છો ‘ એમ કહેતાં ગૃહમાં હાસ્યનું મોજું છવાયુ હતુ.

આ પણ વાંચો : હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંના રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા, ખેડૂતોમાં જોવા મળી ખુશી

Back to top button