ક્રિકેટ, ફૂટબોલ બાદ હવે યોગ કરતા યુવકનું હાર્ટ એટેકથી મોત, પરિવારમાં શોક

રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેક આવવાની ઘટના સતત વધી રહી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોના હાર્ટ એટેકથી મોત થયા છે ત્યારે આજે ફરી એક વખત સુરતમાં યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. હજુ ચાર દિવસ પહેલા જ સુરતમાં ક્રિકેટ રમતી વખતે એક યુવકનું મોત થયુ હતું ત્યારે આજે વધુ એક ઘટનાથી રાજ્યમાં અરેરાટી વ્યાપી છે. સુરતમાં ક્રિકેટ બાદ હવે યોગ કરતા દરમ્યાન હાર્ટ એટેક આવતા યુવકનું મોત નિપજ્યુ હતું.
સુરતના કિરણ ચોક વિસ્તારમાં વહેલી સવારે યોગા કરતી વખતે 44 વર્ષીય યુવક ઢળી પડયા હતા. તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. મહત્વનું છે કે, સુરતમાં ક્રિકેટ રમીને ઘરે આવ્યા બાદ ત્રણ યુવાનના મોતની ઘટના સામે આવી ચૂકી છે ત્યારે વધુ એક યુવાનનું યોગા દરમિયાન મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી. સુરતમાં કિરણ ચોક પાસે આવેલા હરે કૃષ્ણ પાર્ટી પ્લોટમાં દરરોજ લોકો એરોબિક્સ અને યોગા કરે છે. તેવામાં આજે સવારે લોકો યોગા અને એરોબિક્સ કરી રહ્યા હતા. તેવામા 44 વર્ષીય મુકેશ ભાઈ પણ યોગા કરી રહ્યા હતા.
આ પણ વાંચો : સુરત: ક્રિકેટ રમતી વખતે મોતનો સિલસિલો વધ્યો, ઓલપાડના યુવાનનું મોત
44 વર્ષીય મુકેશ ભાઈ મેદપરાનું મોત
ઉલ્લેખનીય છે કે, સુરતમાં છેલ્લા થોડા દિવસમાં ક્રિકેટ રમીને આવ્યા બાદ 3 લોકોના મોત થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી ગઈ છે. આ યુવાનોના મોત હાર્ટ એટેકના કારણે થયા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આજે 44 વર્ષીય મુકેશ ભાઈ મેદપરાનું મોત થયું છે. મોત થતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી લાશને પી.એમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ પણ વાંચો : રાજકોટમાં ક્રિકેટ અને ફૂટબોલના બે ખેલાડીઓ ચાલુ રમતે મોત મેળવી જિંદગીની ગેમ હારી ગયા
થોડા દિવસ પહેલા જ એક યુવકનું મોત થયુ હતું
સુરતમાં ક્રિકેટ રમતી વખતે એક યુવાનનું મોત નિપજ્યુ હતું. સુરતનાં ઓલપાડના સરથાણા ગામે મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો તે દરમ્યાન મોત થયાના સમાચાર સામે આવ્યા છે. આ બાબતે મળતી વિગતો પ્રમાણે આ યુવકનું નામ નિમેષ આહિર જાણવા મળ્યુ હતું અને જ્યારે આ યુવક ક્રિકેટ મેચમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો તે દરમ્યાન અચાનક ઢળી પડ્યો હતો. જેનુ ત્યા સ્થળ પર જ મોત થયુ હતું. આ પહેલા સુરતમાં જ ક્રિકેટ રમતા એક યુવકનું મોત થયુ હતુ જ્યારે રાજકોટમાં પણ આવી ઘટનામાં ત્રણ યુવકોના મોત થયા હતા.
આ પણ વાંચો : સુરતમાં બે વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર દરમિયાન બાળકીનું મોત
એક પછી એક યુવાનોને હાર્ટ અટેક
મુકેશ ભાઈના મોતનું ચોક્કસ કારણ પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે. જે પ્રકારે એક પછી એક યુવાનોને હાર્ટ અટેક આવી રહ્યા છે તેને લઈને ચિંતાનો માહોલ વધી રહ્યો છે. બે દિવસ પહેલા પણ ક્રિકેટ રમતા એક યુવકનું હાર્ટ અટેકને લઈને મોત થયાની ઘટના સામે આવી હતી. રાજ્યમાં અત્યારે હાર્ટ એટેકના બનાવામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા બે મહિલામાં ઘણા લોકોનું હાર્ટ એટેકથી મોત થયું છે.