ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

કોરોના પછી દુનિયા પર નવા જીવલેણ વાયરસનો ખતરો; WHOની ચેતવણી- એકસાથે ફેલાશે અનેક બિમારીઓ

Text To Speech

નવી દિલ્હી: આ સપ્તાહે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયસસે દુનિયાને ચેતવણી આપી છે કે હવામાન જરૂરથી વધારે ગરમ હોવાના કારણે ડેંન્ગ્યૂ અને ચિકનગૂનિયા જેવી બિમારીનો ખતરો વધી શકે છે. અલ નીનોની ચાર વર્ષ પછી વાપસી થઈ રહી છે. આના કારણે વિશ્વભરમાં અત્યંત ગરમ હવામાન અને કૃષિ વિક્ષેપનો ખતરો તોળાઈ રહ્યો છે.તમારા મનમાં પ્રશ્ન ઉઠતો હશે કે અલ નીનો શું છે? અસલમાં ઉષ્ણકટિબંધીય પેસિફિક ક્ષેત્રમાં સમુદ્રના તાપમાન અને વાતાવરણની સ્થિતિમાં આવેલા ફેરફારને અલ નિનો કહેવામાં આવે છે, જે સમગ્ર વિશ્વના હવામાનને અસ્ત-વ્યસ્ત કરી નાંખે છે. આ ઘટના વર્ષોમાં સમાયંતરે ઘટતી રહી છે એટલે આને એક પુનરાવર્તિત મોસમી ઘટના પણ કહેવામાં આવે છે.

મચ્છર જે આ વાયરસને ખુબ જ ઝડપથી ફેલાવે છે જે ગરમ વાતાવરણમાં ખુબ જ ઝડપથી પોતાનો વિકાસ કરે છે. જેથી અલ નીનો વાયરસ દુનિયાભરના દેશોમાં ફેલાવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ટ્રોપિકલ બિમારીઓ (ઉષ્ણકટિબંધીય બિમારીઓ) પહેલાથી જ સાઉથ અમેરિકના દેશોમાં વધી રહી છે. એશિયામાં પણ આનો ખુબ જ વધારો ખતરો મંડરાઇ રહ્યો છે. પેરૂ જેવા દેશમાં પહેલાથી જ આ વર્ષે જરૂરતથી વધારે ડેન્ગ્યૂના કેસ વધવા પર સ્ટેટ ઇમરજન્સી જાહેર કરી ચૂક્યું છે. પેરૂમાં આ વર્ષે રિકોર્ડ દોઢ લાખ ડેન્ગ્યૂના કેસ સામે આવ્યા છે.

ડેન્ગ્યૂ-ચિકનગુનિયા વધારશે ચિંતા

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે કે સંક્રમણ દેશની હેલ્થ સિસ્ટમ પર વધારે બર્ડન નાંખી શકે છે. થાઈલેન્ડમાં જૂનના પ્રથમ સપ્તાહ દરમિયાન જ 19,503 ડેન્ગ્યૂના કેસ સામે આવી ચૂક્યા છે. આ ત્રણ વર્ષમાં સૌથી વધારે છે. કંબોડિયા અને મલેશિયા જેવા દેશોમાં પણ ડેન્ગ્યૂના કેસ ખુબ જ ઝડપી વધી રહ્યાં છે. સિંગાપુર તરફથી પણ જૂનથી ઓક્ટોબર વચ્ચે વધતા કેસોને લઈને ચેતવણી આપવામાં આવી રહી છે.

અન્ય બિમારીઓ પણ ઝડપથી વધી રહી છે. સાઉથ અમેરિકન દેશ પરાગુઆમાં પાછલા વર્ષના અંતથી લઈને અત્યાર સુધી ચિકનગુનિયાથી મોતના 40 કેસ સામે આવી ચૂક્યા છે.

આ પણ વાંચો- Russia : રશિયામાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ કેમ ઉભી થઇ? જાણો વેગનર ગ્રુપે કેમ કર્યો બળવો

Back to top button