ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

કોરોના મહામારી પછી દેશમાં બેરોજગારીના દરમાં થયો ઘટાડો, જાણો વાસ્તવિક આંકડા

Text To Speech

નવી દિલ્હી: કોરોના મહામારી પછી અત્યારની રોજગારની સ્થિતિમાં સુધારો થયો છે એમ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કૃષ્ણમૂર્તિ વી સુબ્રમણ્યન કહ્યું છે. તેમણે કહ્યું કે, NSSO દ્વારા રજૂ કરાયેલા વિશ્વસનીય સામયિક લેબર ફોર્સ સર્વે (PLFS)ના આધારે આ વાત સ્પષ્ટ થાય છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) દ્વારા જનરેટ કરાયેલા ખાનગી ડેટાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, આ આંકડનો ઉપયોગ કરીને ભારતમાં રોજગારની સ્થિતિ પર ઉગ્ર ચર્ચા ચાલી રહી છે.

CMIE ડેટાને અયોગ્ય ગણાવીને કૃષ્ણમૂર્તિએ કહ્યું કે, CMIE ડેટામાંથી દોરવામાં આવેલા અંદાજોથી વિપરીત રોજગારની સ્થિતિમાં કોવિડ-19 રોગચાળા પહેલા સુધારો થયો હતો. વર્ષ 2017-18 થી 2019-20 સુધીમાં નિયમિત પગાર મેળવનાર કર્મચારીઓમાં 1.5 કરોડનો વધારો થયો છે. એટલે કે, 13.2%ની વૃદ્ધિ જોવા મળી છે. જેમાં 0.72 કરોડ સાથે મહિલાઓ અને 0.79 કરોડ જેટલા પુરુષોને રોજગારી મળી છે.

મહામારી પહેલા 2017-18થી 2019-20 સુધી લાંબાગાળાની બેરોજગારી આધારિત સામાન્ય સ્થિતિમાં બેરોજગારી દર 6%થી ઘટીને 4.8% થયો છે. શ્રમ દળ સહભાગિતા દર 49.8%થી વધીને 53.5% થયો છે. કામદાર-વસ્તીનો ગુણોત્તર 46.8% થી વધીને 50.9% થયો છે. આ પરિવર્તન ગ્રામીણ અને શહેરી વિસ્તાર તેમજ પુરુષ અને મહિલાઓ એમ બે રીતે વ્યાપક રૂપથી અસરકારક જોવા મળ્યા છે.

PLFSના ડેટાના આધારે, ઑક્ટોબર-ડિસેમ્બર 2019 ક્વાર્ટરની તુલનામાં એપ્રિલ-જૂન 2023 ક્વાર્ટરમાં WPR 44.1% થી વધીને 45.5%, LFPR 47.8% થી વધીને 48.8% તેમજ બેરોજગારીનો દર 7.8%થી ઘટીને 6.6% થયો. શહેરી વિસ્તારો રોગચાળાથી સૌથી વધુ પ્રભાવિત થયા હોવાથી ઘણા લોકો બેરોજગાર બન્યા હતા. જોકે, એપ્રિલ-જૂન 2023 ક્વાર્ટરમાં નોંધાયેલો બેરોજગારીનો દર છેલ્લા પાંચ વર્ષમાં સૌથી નીચો છે.

આ પણ વાંચો: સરકારે બેરોજગારીના આંકડા જાહેર કર્યા, ગયા વર્ષની સરખામણીમાં આટલા લાખ ઓછા !

Back to top button