કોરોના બાદ આ દેશમાં નવા રોગે મચાવ્યો હાહાકાર, કડક લોકડાઉન લાગું


હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો ભય ફેલાયો છે. ચીન સહિત અનેક દેશો કોરોનાની ઝપેટમાં આવી ચૂંક્યા છે. ત્યારે ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં શ્વાસ સંબંધી અજાણ્યા રોગ પગપેસારો કરી દીધો હોવાની અહેવાલ સામે આવી રહ્યા છે. કોરોના બાદ નવી બીમારીના કેસો પ્યોંગયાંગમાં ઝડપથી વધી રહ્યા છે. જેથી શહેરમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. અને લોકોને તેમના ઘરોમાં કેદ રહેવાની ફરજ પડી રહી છે.
પ્યોંગયાંગમાં કડક લોકડાઉન લાગુ
મળતી માહીતી મુજબ ઉત્તર કોરિયાનામા કોરોના બાદ નવા એક રોગે ચીંતા વધારી છે. આ નના રોગના ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં ઝડપથી કેસો વધી રહ્યા છે. જેના કારણે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. જાણકારી મુજબ પ્યોંગયાંગમાં 5 દિવસનું કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. અને અહી હાજર વિદેશી દૂતાવાસોને પણ સરકારના આદેશનું પાલન કરવાની સૂચના આપી દેવામાં આવી છે.
આગામી સમયમાં કડક લોકડાઉન થવાની શક્યતા
એનકે ન્યૂઝ અનુસાર ઉત્તર કોરિયામાં સરકારે જાહેર કરેલી નોટીસમાં કોરોનાનાો ઉલ્લેખ કર્યો નથી. પરંતું પ્યોંગયાંગ શહેરના રહેવાસીઓને રવિવારના અંત સુધી તેમના ઘરમાંથી બહાર નહી નિકળવાની સૂચના આપવામાં આવી છે. તેમજ આ નવા રોગને લઈને હોસ્પિટલોને પણ સુચના આપી દેવામાં આવી છે. અહીના લોકોએ કડક લોકડાઉન થાય તેવી સંભાવનાએ ઘરોમાં જરુરી વસ્તુઓને સ્ટોક કરવા માંડ્યા છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે દેશના અન્ય વિસ્તારોમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે કે નહીં.
ઉત્તર કોરિયાએ ગયા વર્ષે તેનો પહેલો COVID-19 ફાટી નીકળ્યો હોવાનો સ્વીકાર તો કર્યો હતો પરંતુ ક્યારેય કોરોનાને કારણે થયેલા મોતનાઆંકડા જાહેર કર્યા નથી.
આ પણ વાંચો : બજેટ પહેલાં શેરબજારમાં ટેન્શન, સેન્સેક્સ 500 અંક નીચે, તો આ કંપનીઓ જોવા મળી લાલ નિશાન હેઠળ