ગુજરાત

મરચાંની બાકી રકમની ઉઘરાણી કરી તો વેપારીની કારના કાચ તોડ્યા

Text To Speech

પાલનપુર: ઈડરના એક વેપારીએ થરાના વેપારીને મરચાં વેચ્યા હતા. જેમાં અમુક પેમેન્ટ આપેલુ. અને બાકી રહેલા પેમેન્ટમાં ડીસાના વેપારી જામીન થયા હતા. જેની ઉઘરાણી માટે ડીસા આવેલા ઈડરના વેપારી વેપારીની ગાડીના કાચ તોડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Palanpur

ડીસા આવેલા ઈડરના વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ
ઇડર ખાતે રહેતા વિજયભાઈ હિતેશભાઈ પટેલે ૨૫ મે’૨૨ ના રોજ રૂપિયા અઢી લાખ ના મરચા થરા ખાતે રહેતા અલ્પેશભાઈ માલીને આપ્યા હતા. જેમાંના એક લાખ વીસ હજાર અલ્પેશભાઈએ આપી દીધા હતા. અને બાકીના એક લાખ ત્રીસ હજારમાં જામીન તરીકે ડીસા શાકમાર્કેટમાં આવેલ પેઢીવાળા મહેશભાઈ ચંદુભાઈ ટાંક હતા. જે બાકી પેમેન્ટ લેવા વિજયભાઈ અને મિલનભાઈ ચૌધરી પોતાની કાર લઈ ડીસા મહેશભાઈ ટાંકની પેઢીએ આવેલા. જોકે મહેશભાઈએ પૈસા આપવાની ના પાડેલ. અને અલ્પેશભાઈને ફોન કરી કહેલ કે, વિજયભાઈ મરચાના બાકી એક લાખ ત્રીસ હજાર લેવા આવેલા છે. જેથી ડીસા આવી પૈસા આપી જાઓ. જોકે થોડીવાર બાદ સંજયભાઈ ઇશ્વરલાલ માલી માલગઢનો ફોન આવેલો કે, તમે એલક્સ કોર્પોરેશનમાં આવી પૈસા લઈ જાઓ. જેથી વિજયભાઈ અને મિલનભાઈ એલેક્સ કોર્પોરેશનમાં સંજયભાઈને ત્યાં પૈસા લેવા ઉભા હતા. તે દરમિયાન સંજયભાઈ અને અલ્પેસભાઈ માલીએ ત્યાં આવી ને ગડદાપાટું નો માર મારવા લાગેલ, અને મારી નાખવાની ધમકી આપી મોબાઈલ પણ લઈ લીધેલો. તેમજ ગાડીના કાચ પણ તોડી નાખેલ. વધુ મારની બીકથી આ બન્ને વેપારી ત્યાંથી ભાગી ગયા હતા. જેમાં વેપારી વિજયભાઈ દિનેશભાઇ પટેલે ડીસા દક્ષિણ પોલીસ મથકે પહોંચી ને સંજય ઇશ્વરલાલ માલી અને અલ્પેસ માલી અને અન્ય બે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.Deesa

Back to top button