ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

વીડિયોઃ મુંબઈની ઓફિસો બંધ કરીને 26 વેપારીઓએ સુરતના ડાયમંડ બુર્સમાં બિઝનેસ શરૂ કર્યો

સુરતઃ(Surat) ડ્રીમસિટી ખાતે સાકાર થયેલા સુરત ડાયમંડ બુર્સ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે.(Diamond burs) વિશ્વના હીરા વેપારીઓની સુરત ડાયમંડ બુર્સ પર નજર છે. ત્યાર હવે સુરત ડાયમંડ બુર્સમાં વિવિધત રીતે વેપારની શરૂઆત થઈ ગઈ છે. આજે ડાયમંડ બુર્સમાં એક સાથે 135 ઓફિસોમાં વિધિવત વેપારના શ્રીગણેશ થયાં છે. મુંબઈની ઓફિસો બંધ કરીને 26 વેપારીઓએ આ ડાયમંડ બુર્સમાં પોતાનો કારોબાર શરૂ કર્યો છે.

સુરતના ડાયમંડ બુર્સમાં બિઝનેસની શરૂઆત કરી
આ અંગે ડાયમંડ બુર્સના મીડિયા કન્વીનર દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે, સુરતના ડાયમંડ બુર્સમાં 135થી વધુ વેપારીઓ પોતાનો કારોબાર શરૂ કરવા જઈ રહ્યાં છે. કિરણ જેમ્સના પ્રમુખ દિનેશભાઈ લાખાણીએ કહ્યું હતું કે, આજે અમારી માટે અનહદ ખુશીનો દિવસ છે. અમારી કિરણ જેમ્સની ટીમ આજે અહીં શરૂઆત કરી રહી છે. ત્યારે ઈન્ડસ્ટ્રી માટે નવા શીખરો સર કરીએ એવી ભગવાન પાસે પ્રાર્થના છે. મને એવો વિશ્વાસ છે કે આગામી 6 મહિનાની અંદર આ ઈન્ડસ્ટ્રી સંપૂર્ણ પણે ચાલુ થઈ જશે. અમારો બિઝનેસ એક્સપાન્સન માટેનો આ પ્લાન છે. અમારે જે ઈન્ફ્રા જોઈતું હતું તે અમને મળ્યું છે. આજે કિરણ જેમ્સના પ્રમુખ દિનેશ લાખાણીએ ભગવાન ગણેશની પૂજા અર્ચના કરીને સુરતના ડાયમંડ બુર્સમાં બિઝનેસની શરૂઆત કરી છે.

બુર્સમાં નાની-મોટી મળીને કુલ 4200 ઓફિસ
સુરત ડાયમંડ બુર્સમાં નાની-મોટી મળીને કુલ 4200 ઓફિસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બુર્સનું 17મી ડિસેમ્બરે ઉદ્દઘાટન કરશે. 20મી નવેમ્બરે સ્ટેટ બેંક દ્વારા ડાયમંડ બુર્સની અંદર બ્રાંચનું ઉદ્દઘાટન કરાયું હતું. 7 નવેમ્બર 2022ના રોજ સુરત કોર્પોરેશન દ્વારા બીયુસી (બિલ્ડિંગ યુઝ સર્ટીફિકેટ) અપાયું હતું. હીરા બુર્સમાં હજી કસ્ટમનું સેટઅપ થયુ નથી. મંજૂરી આવ્યા બાદ કસ્ટમ હાઉસ ધમધમતુ થાય એવી સંભાવના છે.

વિદેશથી માલ મંગાવવા કે મોકલવાની સુવિધા હાલ શરૂ નહીં થાય
હાલ સુરત હીરા બુર્સમાં હીરાનુ માત્ર ટ્રેડિંગ થશે અને માલ કોઈએ વિદેશથી મંગાવવા કે મોકલવાની સુવિધા હાલ શરૂ નહીં થાય. સૂત્રો કહે છે કે સંપૂર્ણ શરૂઆતને હજી મહિનો લાગશે. ત્યારે જે વેપારી ડાયમંડ બુર્સમાં છે તેઓનો માલ તો હાલ કતારગામ હીરા બુર્સથી જ ચેકિંગ થઈને આવશે. આ હીરા બુર્સ કતારગામ નંદુ ડોશીની વાડી નજીક છે. હવે ખજોદનું હીરા બુર્સ શરૂ થયા બાદ માલ તો કતારગામમાં જ ચેક થશે. હીરા બુર્સમાં જ રફ અને પોલિશ્ડ ચેકિંગ સિસ્ટમ શરૂ થતા સમય લાગશે.

આ પણ વાંચોઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખજોદમાં ડાયમંડ બુર્સ-ડ્રીમ સિટી પ્રોજેક્ટની સમીક્ષા કરી

Back to top button