ચૂંટણી 2022નેશનલ

ચિંતન શિબિર બાદ રાહુલની ચિંતા દૂર? બહેન સાથે રાહુલનું વેકેશન

Text To Speech

આગામી વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો જીતવા માટે ઉદયપુરમાં તાજેતરમાં જ કૉંગ્રેસની ચિંતન શિબિર યોજવામાં આવી હતી. પરંતુ, ચિંતન શિબિર બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધી રવિવારે રાત્રે પાલી જિલ્લાના જવાઈ ડેમ વિસ્તારમાં પહોંચ્યા હતા. તેઓ અહીં સૂજન જવાઈ રિસોર્ટમાં રોકાયા હતા અને સોમવારે સવારે લેપર્ડ સફારીનો આનંદ માણ્યો હતો.

બહેન સાથે રાહુલનું વેકેશન

ચુસ્ત સુરક્ષા વચ્ચે રાહુલ-પ્રિયંકાનું ‘વેકેશન’
રવિવારે રાત્રે અંદાજી સાડા નવ વાગ્યે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રાહુલ અને પ્રિયંકા ગાંધી બાંધ વિસ્તારમાં આવેલા એક રિસોર્ટમાં પહોંચ્યા હતા. રાત્રે તેઓ અહીં જ રોકાયા હતા. 75 ગાડીઓના કાફલા સાથે રાહુલ-પ્રિયંકાએ જવાઈ ડેમ વિસ્તારમાં પહોંચ્યા હતા.

પ્રિયંકાના દીકરો અને દીકરી પણ પહોંચ્યા
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, પ્રિયંકા ગાંધી સાથે તેમનો દીકરો અને દીકરી પણ મિત્રો સાથે અહીં આવ્યા હતા. જોકે તેમની મુલાકાતને ગુપ્ત રાખવામાં આવી હતી.

જવાઈ વિસ્તાર લેપર્ડ સફારી માટે પ્રખ્યાત

જવાઈ વિસ્તાર લેપર્ડ સફારી માટે પ્રખ્યાત
જવાઈ ડેમનો બિસલપુર વિસ્તાર પેન્થર કન્ઝર્વેશન એરિયા છે. અહીં લેપર્ડ સફારી થાય છે. દેશની ઘણી જાણીતી હસ્તીઓ અહીં લેપર્ડ સફારી કરવા માટે આવે છે. આ પહેલા અહીં, સચિન તેંડુલકર, આલિયા ભટ્ટ, રણબીર કપૂર સહિત ઘણા સેલિબ્રિટીસ, નેતાઓ અને કલાકારો લેપર્ડ સફારી માટે આવી ચૂક્યા છે.

Back to top button