અમદાવાદ, 27 ફેબ્રુઆરી 2024, કેડિલાના CMD રાજીવ મોદી પર દુષ્કર્મનો કેસ કેરનારી બલ્ગેરિયન યુવતી અચાનક અમદાવાદ પોલીસ સમક્ષ હાજર થઈ છે. તાજેતરમાં જ પોલીસે એ સમરી રિપોર્ટ ભરીને રાજીવ મોદીને ક્લિન ચીટ આપી હતી. પરંતુ હવે પીડિતા હાજર થતા આ કેસમાં એક નવો જ વળાંક આવ્યો છે. બલ્ગેરિયન યુવતી 24 જાન્યુઆરીથી ગાયબ હતી. ગાયબ થયાના 34 દિવસ બાદ આજે હાજર થઈ છે.
પોલીસે 8 વખત સમન્સ મોકલ્યું હતું
બલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી સામે આક્ષેપ કર્યો હતો કે, તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઈકોર્ટના આદેશ બાદ કોર્ટે આ કેસમાં ફરિયાદ દાખલ કરીને તપાસના આદેશો આપ્યા હતા. આ હાઈપ્રોફાઈલ કેસમાં યુવતીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને બાદમાં આ યુવતી ગાયબ થઈ ગઈ હતી. યુવતી ગાયબ થઈ ગયા બાદ તેનો એક વીડિયો પણ જાહેર થયો હતો. પરંતુ હાજર નહીં થતાં પોલીસે 8 વખત સમન્સ મોકલ્યું હતું. તેમ છતાં કોઈ ઉત્તર આવ્યો નહીં
કેસમાં પોલીસે A સમરી ભરવાનો રિપોર્ટ કર્યો
બીજી તરફ રાજીવ મોદી તેમની વકીલ ટીમ સાથે પોલીસ સ્ટેશન હાજર થયા હતા અને તેમણે તપાસમાં સહયોગ આપવાની વાત કરી હતી. આ દરમિયાન કોઈ વધુ પુરાવા ન મળતા હવે આ સમગ્ર કેસમાં પોલીસે A સમરી ભરવાનો રિપોર્ટ કર્યો છે. એકંદરે રાજીવ મોદીને આ સમગ્ર કેસમાં ક્લિન ચીટ મળી ગઈ છે. હવે પીડિત યુવતી અચાનક હાજર થતાં કેસમાં નવો વળાંક આવ્યો છે.
આ પણ વાંચોઃવડોદરાથી ભાગેલા ભૂવાને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી આણંદથી ઝડપ્યો