મોકા પર ચોકો: JioHotstarનું ડોમેન ખરીદીને વ્યક્તિએ રિલાયન્સને લખ્યો પત્ર, જાણો શું રાખી શરત
- બંને કંપનીઓએ આ વર્ષે ફેબ્રુઆરીમાં મર્જરની જાહેરાત કરી હતી, જે 2024ના અંત સુધીમાં પૂર્ણ થઈ શકે છે
નવી દિલ્હી, 24 ઓક્ટોબર: JioCinema અને Disney+ Hotstarના મર્જર પછી, એવી ચર્ચા એ વેગ પકડ્યો છે કે કંપની બંને એપ્સને એક પ્લેટફોર્મમાં મર્જ કરી શકે છે. તેનો અર્થ થયો કે, Jio સિનેમા અને Disney Plus Hotstarનું ઍક્સેસ ફક્ત એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થઈ શકે છે. ડિઝની અને જિયો વચ્ચેની મર્જર પહેલા જ એક એપ ડેવલપરે Jiohotstar ડોમેન ખરીદ્યું હતું. આ ડોમેન ખરીદ્યા બાદ વ્યક્તિએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધિકારીઓને પત્ર લખ્યો છે. તેણે આ પત્ર બીજે ક્યાંય પોસ્ટ કર્યો નથી પરંતુ માત્ર https://jiohotstar.com પર જ પોસ્ટ કર્યો છે. આ પત્રમાં તેણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ્સ સમક્ષ પોતાની માગણીઓ રજૂ કરી છે.
ડોમેન ખરીદવા માટેની શરતો શું છે?
એપ ડેવલપરે લખ્યું છે કે, કંપનીએ તેના આગળના અભ્યાસ માટે ફંડ આપે, જેના બદલામાં તે તેને આ ડોમેન આપી દેશે. તેણે લખ્યું કે, ‘આ ડોમેન ખરીદવાનું મારું કારણ સરળ છે. જો આ મર્જર થશે તો કેમ્બ્રિજમાં ભણવાનું મારું સપનું પૂરું થઈ જશે.
એપ ડેવલપરે આ પત્રમાં પોતાને એક સ્વપ્નદ્રષ્ટા ગણાવ્યો છે. https://jiohotstar.com લિંક ઓપન કરતા જ તમને આ લેટર જોવા મળશે. વ્યક્તિએ પત્રમાં લખ્યું કે, તે તેના એક સ્ટાર્ટ-અપ પર કામ કરી રહ્યો છે. વર્ષ 2023ની શરૂઆતમાં, તેને સોશિયલ મીડિયા દ્વારા માહિતી મળી હતી કે IPL સ્ટ્રીમિંગ લાઇસન્સના અધિકારો ગુમાવ્યા પછી, Disney + Hotstarના સક્રિય યુઝર્સની સંખ્યા ઘટી રહી છે. કંપની મર્જર માટે ભારતીય કંપની શોધી રહી છે. વાયકોમ 18 (રિલાયન્સ અધિકૃત) એકમાત્ર મોટી કંપની છે જે ડિઝની + હોટસ્ટાર હસ્તગત કરી શકે છે. જ્યારે Jioએ મ્યુઝિક સ્ટ્રીમિંગ કંપની Saavnને હસ્તગત કરી, ત્યારે તેઓએ Saavn.comથી JioSaavn.comમાં ડોમેન બદલી નાખ્યું હતું.
એપ ડેવલપરે લખ્યું છે કે, જો Jio Hotstarને હસ્તગત કરે છે, તો તે ડોમેનનું નામ JioHotstar હોઈ શકે છે. પછી ડેવલપરે આ ડોમેન તપાસ્યું, જે ઉપલબ્ધ હતું અને તેને ખરીદ્યું.
Jio અને Disney+ Hotstarનું મર્જર
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વાયાકોમ 18 અને વોલ્ટ ડિઝનીના સ્ટાર ઈન્ડિયાનું મર્જર આ વર્ષના નવેમ્બર સુધીમાં પૂર્ણ થઈ શકે છે. આ મર્જર પછી ભારતમાં સૌથી મોટી મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ કંપનીનું નિર્માણ થશે, જેની કિંમત 8.5 બિલિયન ડોલર થવાની ધારણા છે.
આ મર્જરની જાહેરાત ફેબ્રુઆરીમાં કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે, Jio તેની સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ Disney + Hotstar પર બતાવશે. જો કે, બે કંપનીઓના મર્જર પછી કંપની JioCinema અને Disney+ Hotstarનો કોન્ટેન્ટ કેવી રીતે બતાવશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી નથી.
આ પણ જૂઓ: વધુ એક ડીલ ફાઇનલ… ગૌતમ અદાણી આ સિમેન્ટ કંપનીમાં રૂ.8100 કરોડમાં હિસ્સો ખરીદશે!