ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બિહાર બાદ હવે ઝારખંડમાં પણ નિર્માણાધીન પુલ થયો ધરાશાયી

Text To Speech
  • ગિરિડીહમાં અર્ગા નદી પર 5.5 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો પુલ થયો ધરાશાયી
  • ભારે વરસાદના કારણે પુલનો પિલર નમ્યો હતો, ત્યારબાદ ગર્ડર તૂટી પડ્યો હતો અને પૂલ ધરાશાયી થયો

ઝારખંડ, 30 જૂન: બિહારમાં વારંવાર પુલ તૂટી જવાના સમાચારો વચ્ચે હવે ઝારખંડમાં પણ એક નિર્માણાધીન પુલ ધરાશાયી થયો છે. ગિરિડીહ જિલ્લાના દેવરી બ્લોકમાં અર્ગા નદી પર બની રહેલા પુલનો પિલર નીચે પડી ગયો, જેના કારણે ગર્ડર તૂટી ગયો અને પુલ ધરાશાયી થઈ ગયો છે. ફતેહપુર-ભેલવાઘાટી રોડ પર આવેલ કારીપહારી ગામમાં અરગા નદી પર આ પુલ બનાવવામાં આવી રહ્યો હતો, જે ચોમાસાના પહેલા વરસાદમાં જ ઢળી પડ્યો છે. હકીકતમાં શનિવારે સાંજે પડેલા મુશળધાર વરસાદને કારણે નદીના જળસ્તરમાં વધારો થયો હતો.

નદીનો પ્રવાહ વધતા નિર્માણાધીન પુલનો એક પિલર નમી પડ્યો

નદીના જોરદાર પ્રવાહના કારણે નિર્માણાધીન પુલનો એક પિલર નમી ગયો હતો જેના કારણે ગર્ડર તૂટીને પડી ગયો હતો. અન્ય એક થાંભલો પણ વાંકોચૂંકો બની ગયો છે. સ્થાનિક ગ્રામજનો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભારે વરસાદ દરમિયાન રાત્રે 8 વાગ્યાની આસપાસ એક પિલર નમી ગયો હતો. આ પછી જોરદાર ધડાકા સાથે નિર્માણાધીન પુલનો ગર્ડર તૂટીને નદીમાં પડી ગયો હતો.

અવાજ એટલો જોરદાર હતો કે આજુબાજુના ઘરોમાં રહેતા લોકો તેને સાંભળીને ડરી ગયા હતા. મળતી માહિતી મુજબ આ બ્રિજ માર્ગ બાંધકામ વિભાગ દ્વારા 5.5 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ ઓમ નમઃ શિવાય નામની કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવ્યો હતો.

બિહારમાં 11 દિવસમાં પાંચ પુલ ધરાશાયી થયા

ઝારખંડના પડોશી રાજ્ય બિહારમાં છેલ્લા 11 દિવસમાં પાંચ પુલો ધરાશાયી થયા છે. 18 જૂને અરરિયામાં બકરા નદી પર 12 કરોડના ખર્ચે બનેલો પુલ ઢળી પડ્યો હતો. આ પછી 22 જૂને સિવાનમાં ગંડક નદી પર બનેલો પુલ ધરાશાયી થયો હતો. કહેવાય છે કે આ પુલ લગભગ 40-45 વર્ષ જૂનો હતો.

આ પણ વાંચો: ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસેલા 11 બાંગ્લાદેશીઓ ત્રિપુરા રેલવે સ્ટેશનથી પકડાયા

Back to top button