આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

બાઇડન અને ઋષિ સુનક બાદ ફ્રાન્સના પ્રમુખ મેક્રો ઇઝરાયેલની મુલાકાત લેશે

Text To Speech

ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન આગામી દિવસોમાં ઇઝરાયેલની મુલાકાત લઈ શકે છે. આ અંગેની માહિતી ઇઝરાયેલના વડા પ્રધાન કાર્યાલયે આપી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં જણાવ્યું કે, ફ્રાન્સના પ્રમુખ મેક્રો અને ડચ વડાપ્રધાન રૂટ્ટે મંગળવારે ઇઝરાયેલની મુલાકાત લેશે અને વડાપ્રધાન નેતન્યાહૂ સાથે વાતચીત કરશે. આ ઉપરાંત, પીએમ નેતન્યાહૂએ હમાસના ક્રૂર આતંકવાદ સામે ઇઝરાયેલના પોતાના બચાવના અધિકારને સમર્થન આપવા બદલ વૈશ્વિક નેતાઓનો આભાર માન્યો હતો.

અગાઉ અમેરિકી પ્રમુખ ઇઝરાયેલ આવ્યા હતા

અગાઉ ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકી પ્રમુખ જો બાઇડને બુધવારે ઇઝરાયેલ પહોંચ્યા હતા. ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂને મળ્યા બાદ બાઇડને પ્રેસ કોન્ફરન્સમાં હમાસ હુમલાની નિંદા કરી હતી. બાઈડને કહ્યું કે, હમાસ એક ક્રૂર આતંકવાદી સંગઠન છે તેણે જે રીતે ઇઝરાયેલ પર હુમલો કર્યો તે માનવતા વિરુદ્ઘ છે. આ ઉપરાંત, 19 ઑક્ટોબરે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક ઇઝરાયેલ પહોંચી પીએમ બેન્જામિન નેતન્યાહુ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ઋષિ સુનકે કહ્યું કે બ્રિટન ઇઝરાયેલની સાથે છે. હું જાણું છું કે નાગરિકોને નુકસાન ન થાય તે માટે દરેક સાવચેતી રાખી રહ્યા છો. તેમણે કહ્યું કે અમે એમ પણ માનીએ છીએ કે પેલેસ્ટિનિયન લોકો પણ હમાસનો શિકાર છે. સંકટના આ સમયમાં અમે ઇઝરાયેલની સાથે છીએ.

પીએમ નેતન્યાહૂ રવિવારે ઇઝરાયેલી સૈનિકોને મળ્યા

ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો આ 17મો દિવસ છે. છેલ્લા 24 કલાકમાં ગાઝામાં ઇઝરાયેલના બોમ્બમારામાં 400થી વધુ લોકો મૃત્યુ પામ્યાં  છે. અલજઝીરા અનુસાર, ઇઝરાયેલની સેનાએ રફાહ અને જબાલિયા કેમ્પ સહિત 25 સ્થળોએ ભારે બોમ્બમારો કર્યો છે. જબલિયામાંથી અત્યાર સુધીમાં 30 લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. બીજી તરફ પીએમ નેતન્યાહૂએ રવિવારે ઇઝરાયલી સૈનિકોને મળ્યા જેઓ લેબનોનથી સતત હુમલાનો જવાબ આપી રહ્યા હતા. તેમણે સૈનિકોને કહ્યું કે યુદ્ધમાં જોડાવું એ હિઝબુલ્લાહની સૌથી મોટી ભૂલ હશે.

આ પણ વાંચો: US પ્રમુખ બાઈડન બાદ UKના PM ઋષિ સુનક લેશે ઇઝરાયેલની મુલાકાત 

Back to top button