ગુજરાતમાં ચૂંટણીની સિઝન ચાલી રહી છે ત્યારે નેતાઓના પક્ષ પલટો સાથે નિવેદનોની તાડમાર ચાલતી રહેવા મળશે. આ વચ્ચે હજી ગઈકાલે જ બપોર સુધી ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે કાર્યરત વિશ્વનાથસિંહ વાઘેલા મોડી રાત સુધીમાં ભાજપના નેતાઓની સાથે મીટિંગ કરતાં જોવા મળ્યા છે.
આ પણ વાંચો : ભાજપ ભેગા થયેલા હાર્દિકે કોંગ્રેસની મોટી વિકેટ પાડી
ગઈકાલે જ્યારે વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામુ આપ્યું ત્યારે જ હમ દેખેંગે તરફથી જણાવવામાં આવ્યું હતું કે તેઓ ભાજપમાં વહેલી તકે જોડાઈ શકે છે. જે પછી મોડી સાંજે વિશ્વનાથસિંહે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલાથી લઈ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠેકો કરતાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર ડૉ.વનરાજસિંહ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા.
જે પછી વિશ્વનાથ સિંહ ભાજપમાં જોડાય શકે છે તે પણ લગભગ નક્કી ગણવામાં આવી રહ્યું છે. વિશ્વનાથસિંહ હાર્દિક પટેલના નજીકના ગણવામાં આવી રહ્યા છે, અને જ્યારે હાર્દિક ભાજપમાં જોડાયો ત્યારથી જ વિશ્વનાથસિંહ અંગે પણ અટકળો ચાલી જ રહી હતી.
જ્યારે આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદમાં પોતાની સભા સંબોધી રહ્યા છે તેના એક દિવસ પૂર્વે આટલું મોટું ભંગાણ અંગે કોંગ્રેસ સૌથી વધુ ચિંતનની જરૂર છે. તેમજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતના કામ પર પણ સવાલ ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો : વિશ્વનાથ વાઘેલાએ રાજીનામું આપી દેતા તાબડતોબ નવા યુથ કોંગ્રેસ પ્રમુખની કરાઈ વરણી, જાણો કોણ બન્યું ?