ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

આર્જેન્ટિના ચેમ્પિયન બન્યા બાદ કેપ્ટન લિયોનેલ મેસ્સીનું મોટું નિવેદન : નહિ લે નિવૃત્તિ !

ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં ફ્રાંસને હરાવીને આર્જેન્ટિનાની ટીમ ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે. આ વર્લ્ડ કપની જીત સાથે લિયોનેલ મેસ્સીનું તે સપનું પણ પૂરું થયું, જે તેણે 16 વર્ષ પહેલા 2006માં તેના પ્રથમ વર્લ્ડ કપ દરમિયાન જોયું હતું. મેસ્સીનો આ 5મો વર્લ્ડ કપ હતો અને 2021માં બ્રાઝિલને હરાવીને કોપા અમેરિકા જીત્યા બાદ તેની બીજી મોટી સિદ્ધિ હતી. એવી અટકળો પણ ચાલી રહી હતી કે મેસ્સી વર્લ્ડ કપ પછી નિવૃત્તિ જાહેર કરશે. ફાઈનલ મેચ બાદ તેણે પોતે જ પોતાની નિવૃત્તિ અંગે અપડેટ આપી હતી.

આ પણ વાંચો : ગંભીર બીમારીમાંથી બહાર આવી આર્જેન્ટિનાને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ‘લિયોનેલ મેસ્સી’ની સંઘર્ષભરી સફર !

વર્લ્ડ કપ બાદ નિવૃત્તિ નહિ લે મેસ્સી

જો કે એવું કહી શકાય કે 35 વર્ષીય લિયોનેલ મેસ્સી માટે આ છેલ્લો વર્લ્ડ કપ હતો, પરંતુ તે વર્લ્ડ ચેમ્પિયન તરીકે રમવાનું ચાલુ રાખશે કે કેમ તે અંગે ઘણી અટકળો ચાલી રહી હતી. પરંતુ હવે મેસ્સીએ પોતે એક નિવેદન આપીને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે. મીડિયા રિપોર્ટ્સથી મળેલી માહિતી અનુસાર મેસ્સીએ ફાઈનલ મેચ બાદ સ્પષ્ટ કર્યું હતું કે તે આર્જેન્ટિના માટે વર્લ્ડ ચેમ્પિયન તરીકે રમવાનું ચાલુ રાખશે. જે બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે કદાચ મેસ્સીએ નિવૃત્તિ અંગેનો પોતાનો વિચાર બદલી નાખ્યો છે.

Messi - Hum Dekhenge News
Messi

લિયોનેલ મેસ્સીએ શું કહ્યું?

જોકે, થોડા સમય પહેલા મેસ્સીએ પોતે કહ્યું હતું કે કતારમાં આયોજિત આ ટૂર્નામેન્ટ તેનો છેલ્લો ફિફા વર્લ્ડ કપ હશે અને તે ફાઈનલ મેચ તેની છેલ્લી મેચ તરીકે રમશે. પરંતુ સપાટી પર આવેલા તેના તાજેતરના નિવેદનમાં તેણે કહ્યું, ‘ના, હું મારી રાષ્ટ્રીય ટીમ (આર્જેન્ટિના)માંથી નિવૃત્તિ લઈ રહ્યો નથી. હું આર્જેન્ટિનાની જર્સીમાં વર્લ્ડ ચેમ્પિયનની જેમ રમવાનું ચાલુ રાખીશ. આર્જેન્ટિના વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ સતત એવું કહેવામાં આવી રહ્યું હતું કે મેસ્સી ગમે ત્યારે નિવૃત્તિની જાહેરાત કરી શકે છે, પરંતુ હવે કદાચ વલણ સ્પષ્ટ થઈ ગયું છે.

આ પણ વાંચો : આર્જેન્ટિનાની જીતથી ભારતમાં જશ્નનો માહોલ, જ્યારે ફ્રાન્સમાં લોકોએ કર્યુ વિરોધ પ્રદર્શન

Messi - Hum Dekhenge News
FIFA WC FINAL – 2022

આર્જેન્ટિનાની જીતમાં મેસ્સીનો જાદુ

ફાઈનલ મેચમાં ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. આ મેચમાં આર્જેન્ટિનાની જીતનો હીરો લિયોનેલ મેસ્સી રહ્યો હતો. મેસ્સીએ જ મેચનો પ્રથમ ગોલ કરીને આર્જેન્ટિનાને લીડ અપાવી હતી. આ પછી, જ્યારે 90 મિનિટ આગળ અડધો કલાકનો વધારાનો સમય આપવામાં આવ્યો, તે સમયે મેસ્સીએ પણ ગોલ કર્યો હતો. પૂરા સમય સુધી મેચ 3-3ની બરાબરી પર સમાપ્ત થઈ ત્યારે મેસ્સીએ પેનલ્ટી શૂટઆઉટમાં પણ ગોલ ફટકાર્યો હતો. આર્જેન્ટિનાએ ફ્રાન્સને પેનલ્ટી પર 4-2થી હરાવીને ત્રીજીવાર વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. મેસ્સી 7 ગોલ સાથે ટુર્નામેન્ટમાં બીજો ટોપ સ્કોરર રહ્યો હતો. ફ્રાન્સના એમ્બાપ્પે ટોચ પર હતો અને 8 ગોલ સાથે એમ્બાપ્પેએ ગોલ્ડન બૂટ એવોર્ડ જીત્યો હતો.

આ પણ વાંચો : FIFA WC 2022 : વર્લ્ડ ચેમ્પિયનશીપમાં કોણ બન્યું માલામાલ ?

Back to top button