અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેનહટન કોર્ટમાં હાજર થયા બાદ પોતાના સંબોધનમાં વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેન પર આકરા પ્રહારો કર્યા હતા. ટ્રમ્પે કહ્યું, “આપણે અમેરિકાને બચાવવાનું છે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે અમેરિકામાં આવો દિવસ આવી શકે છે. આપણો દેશ નરકમાં જઈ રહ્યો છે. મેં એક માત્ર ગુનો કર્યો છે કે હું નિર્ભયપણે મારા દેશની રક્ષા કરું.” આપણે નિર્ભયપણે આપણા દેશને બચાવવાનો છે. જેઓ તેનો નાશ કરવા માંગે છે તેમની પાસેથી આપણાં દેશને બચાવવાનો છે.” ટ્રમ્પે કહ્યું કે, રાષ્ટ્રપતિ બિડેનના પુત્ર હન્ટર-બિડેનના લેપટોપમાંથી બિડેન પરિવારના ગુનાનો પર્દાફાશ થયો છે. તેમણે કહ્યું કે મારી સામે આ ખોટો કેસ માત્ર આગામી 2024ની ચૂંટણીમાં દખલ કરવાના ઈરાદાથી લાવવામાં આવ્યો છે અને તેને તાત્કાલિક રદ કરવો જોઈએ. પ્રોસિક્યુટર્સને ડાબેરી ગણાવતા ટ્રમ્પે કહ્યું કે તેઓ મને કોઈપણ કિંમતે રસ્તામાંથી દૂર કરવા માંગે છે.
આ પણ વાંચો : America : પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ પર થશે કાર્યવાહી, ટ્રમ્પે 24 કલાકમાં 4 મિલિયન ડોલર એકઠા કર્યા !
તમને જણાવી દઈએ કે, પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ સાથે સંબંધિત ક્રિમિનલ કેસમાં મંગળવારે મેનહટન કોર્ટમાં હાજર થયા હતા. આ દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમની કોર્ટમાં હાજરી દરમિયાન ટ્રમ્પે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને પોતાને નિર્દોષ જાહેર કર્યા હતા. દલીલો સાંભળ્યા પછી, કોર્ટે ટ્રમ્પને લગભગ $1.22 મિલિયનનો દંડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. દંડની રકમ સ્ટોર્મી ડેનિયલ્સને આપવામાં આવશે. સુનાવણી બાદ ટ્રમ્પ કોર્ટમાંથી નીકળી ગયા હતા. આ મામલે આગામી સુનાવણી 4 ડિસેમ્બરે થશે. આ સાથે જ ટ્રમ્પ ક્રિમિનલ કેસમાં ધરપકડ થનાર પ્રથમ અમેરિકી પૂર્વ રાષ્ટ્રપતિ બની ગયા છે.