ગુજરાતદક્ષિણ ગુજરાત

અમૂલ બાદ સુમુલ ડેરીએ ગ્રાહકોને આપ્યો ઝટકો, દૂધના ભાવમાં કર્યો આટલો વઘારો

Text To Speech
  • અમૂલ બાદ સુમુલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો
  • દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો
  • 6 લિટરની છાશની થેલીના ભાવમાં 6 રૂપિયાનો વધારો

અમૂલ ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કર્યા બાદ સુરતની સુમુલ ડેરીએ પણ ભાવમાં વધારો કર્યો છે. સુમુલે દૂધના ભાવમાં ઝીંક્યો 2 રૂપિયાનો વધારો ઝીક્યો છે. દૂધની વિવિધ બ્રાન્ડોના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરાયો છે. 6 લિટરની છાશની થેલીના ભાવમાં 6 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

સુમુલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો

મોંઘવારીમાં પીસાતી પ્રજા પ૨ સુમુલ ડેરી એ પણ દૂધના ભાવ વધારો કરીને સામાન્ય જનતાને વધુ એક ઝટકો આપ્યો છે. અમૂલ બાદ સુમુલ ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

સુમુલ ડેરી-humdekhengenews

 ભાવમાં પ્રતિ લિટરે 2 રુપિયાનો વધારો

અમુલ બ્રાન્ડના ગોલ્ડ, તાજા, શક્તિ તથા ગાયના દૂધના 500 MLના પાઉચના ભાવમાં રૂ.1 નો વધારો થયો છે. જ્યારે 250 MLની દૂધની થેલી તથા 500 ML છાશનો ભાવ યથાવત છે. 6 લિટરની છાશની થેલીના ભાવમાં રૂ.6નો વધારો થયો છે. તેમજ દૂધની વિવિધ બ્રાન્ડોના ભાવમાં પ્રતિ લિટરે 2 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

અમૂલે દૂધના ભાવમાં કર્યો હતો વધારો

મહત્વનું છે કે 1 એપ્રિલથી અમૂલે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.અમુલે ગોલ્ડ, શક્તિ, ગાય, તાઝા અને સ્લિમ એન્ડ ટ્રીમના 1 લિટરમાં રૂા.2નો ભાવ વધારો ઝીંક્યો હતો. છ મહિનામાં અમૂલે દૂધના ભાવમાં બીજી વખત વધારો કર્યો છે આ ભાવ વધારો આજથી લાગુ થયો છે.

આ પણ વાંચો : દેશમાં ફરી કોરોનાના રેકોર્ડબ્રેક કેસ, એક્ટિવ કેસનો આંકડો 23 હજારને પાર, જાણો છેલ્લા 24 કલાકનો રિપોર્ટ

Back to top button