ટોપ ન્યૂઝનેશનલ

અમૂલ દૂધ પછી હવે કર્ણાટકમાં ગુજરાતના ‘પુષ્પા’ મરચાનો મુદ્દો ઉઠ્યો

Text To Speech

અમૂલ ડેરીએ 5 એપ્રિલે તેના દૂધ અને દહીંની બ્રાન્ડ સાથે કર્ણાટકના બજારમાં પ્રવેશવાની જાહેરાત કર્યા બાદ સત્તાધારી ભાજપને નિશાન બનાવવા માટે વિપક્ષને વધુ એક હથિયાર મળી ગયું છે. બેંગલુરુના માર્કેટમાં અમૂલના પ્રસ્તાવિત પ્રવેશે રાજકીય ગરમાગરમી સર્જી છે ત્યારે હવે આ મુદ્દા વચ્ચે કર્ણાટકમાં ગુજરાતી મરચાંને લઈને વિવાદ શરૂ થયો છે. મરચાની આ ગુજરાતી જાતને ‘પુષ્પા’ તરીકે ઓળખવામાં આવે છે. આ મરચાંને લાલી તરીકે પણ ઓળખવામાં આવે છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, એશિયાના સૌથી મોટા મરચાંના બજાર એવા બ્યાડગી માર્કેટમાં તાજેતરના મહિનાઓમાં ઓછામાં ઓછા 20,000 ક્વિન્ટલ ગુજરાતી મરચાંનું વેચાણ થયું છે. પુષ્પા સ્થાનિક ડબ્બી અને કડ્ડી જાતોની હરીફ ન હોવા છતાં, ગુજરાતની વિવિધ જાતોનો મોટો જથ્થો સ્થાનિક બજારમાં પહોંચી ગયો છે.મરચાનો ભાવ-HUMDEKHENGENEWSપુષ્પા મરચાં સ્થાનિક જાતો કરતાં દેખાવમાં વધુ લાલ હોય છે, જો કે તેઓ તેમનો લાલ રંગ લાંબા સમય સુધી જાળવી રાખતા નથી. બાયડગી બજારના સૂત્રોએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 70 મરચા વિક્રેતાઓએ બજારની નજીકના વિવિધ કોલ્ડ સ્ટોરેજમાં ગુજરાતના આ મરચાંનો અમુક જથ્થો સંગ્રહિત કર્યો છે. બાયડગીમાં અચાનક ભાવમાં થયેલા વધારાનો લાભ લઈને ગુજરાતમાં મરચાનો ધંધો ધમધમી રહ્યો છે. જો કે, APMCને પૂરતા પ્રમાણમાં પુષ્પા મરચાં મળ્યાં નથી કારણ કે પુરવઠાનો મોટો ભાગ બજારમાંથી બહાર ગયો છે.

આ પણ વાંચો : અતીકનું મોટું નિવેદન, કહ્યું- માફિયાગીરી પૂરી થઈ ગઈ, પરિવાર સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો
મરચા-મસાલાના ભાવ-humdekhengenewsબ્યાડગીના એપીએમસીના અધિક નિયામક અને સચિવ એચ. વાય. સતીષના નિવેદન મુજબ આ સિઝનમાં ગુજરાતના મરચાનો પુરવઠો સતત વધી રહ્યો છે. APMC એક્ટમાં સુધારા બાદ ખરીદદારો બજાર સમિતિની પરવાનગી લીધા વગર દેશમાં ગમે ત્યાંથી કૃષિ પેદાશો ખરીદી શકશે. આવી સ્થિતિમાં એપીએમસી માટે પુરવઠાને મર્યાદિત કરવું મુશ્કેલ બનશે. ઉપરાંત, પુષ્પાને બ્યાડગી મરચાંના બજાર માટે જોખમ તરીકે જોવામાં નહીં આવે કારણ કે ડબ્બી અને કડ્ડીની જાતો પોતાની એક પ્રતિષ્ઠા ધરાવે છે. વિવિધ દેશો અને કંપનીઓ વર્ષોથી બ્યાડગી મરચા પર નિર્ભર છે. તેથી, સરકારે ખાતરી કરવી જોઈએ કે આ સ્થાનિક મરચાંની પ્રતિષ્ઠા જોખમમાં ન આવે.

Back to top button