હજુ તો અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદને લઈને વિવાદ થંભી નથી રહ્યો. ત્યારે પાવાગઢ મંદિરથી પણ ટ્રસ્ટ દ્વારા એક વિવાદસ્પદ નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ, પાવાગઢ મંદિરમાં શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ધ્વનિ પ્રદુષણ અંગે હાઈકોર્ટની ટકોર, ફરિયાદને પોલીસ હળવાશથી ન લે !
પાવાગઢ મંદિર ટ્રસ્ટનો વિવાદસ્પદ નિર્ણય સામે આવતા લોકોના લાગણીને ઠેસ પોંહચી છે. મંદિરમાં છોલેલું નારિયેળ લઇ જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મંદિરના નિર્ણયથી વેપારીઓ અને શ્રદ્ધાળુઓ પરેશાન થયા છે. આ સાથે ટ્રસ્ટે જણાવ્યું છે કે જો વેપારીઓ છોલેલું નારિયેળ વેચશે તો પણ તેમને દંડ કરવામાં આવશે. જો કે કેટલો દંડ કરવામાં આવશે તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ સિવાય એવું પણ જાણવામાં મળી રહ્યું છે કે માતાજીને વધેરેલુ નારિયેળ ઘરે લઇ જવાનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે મંદિરના ટ્ર્સ્ટીઓએ વોટ્સએપ નોટ દ્વારા આ નિર્ણય જાહેર કર્યો છે.
આ પણ વાંચો : રાજ્યભરમાં આજથી ધો.10 અને ધો.12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ
જાણો નવા નિયમો
ટ્રસ્ટે આ અંગે જણાવ્યુ છે કે સ્વચ્છતાને ધ્યાનમા રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે આગળ જણાવતા કહ્યું કે 20 માર્ચથી છોલેલું શ્રીફળ મંદિરમાં લઈ જવાશે નહીં. મંદિરમાં ગંદકી ન થાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર ટેકરી પર હોવાથી શ્રીફળનો છોલ નીચે ઉતારવો મુશ્કેલ બને છે. તેમજ આ અંગે આગળ કહ્યુ કે ગધેડા પર નીચે ઉતોરવો પડે છે. જો બાધા હોય તો માતાજીને આખું શ્રીફળ અર્પણ કરી શકો છો.
શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા અગત્યની જાહેરાત તેમજ તાત્કાલિક અમલમાં મુકવા માટેની સૂચના અપાઈ છે. જે મુજબ, આજ તારીખ 14/ 3 /23 ના રોજ મંદિર ટ્રસ્ટ દ્વારા અગત્યની સૂચના આપવામાં આવે છે કે,
આ પણ વાંચો : સાચવજો ! રાજ્યમાં H3N2 વાયરસથી મોત
- તારીખ 20/03/2023 ને સોમવારથી કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકાશે નહીં.
- મંદિરમાં શ્રીફળ પોતે જ માતાજીને ધરાવી ચૂંદણી સાથે ઘરે લઈ જવાનું રહેશે.
- ઘરે લઈ ગયા પછી આ શ્રીફળ ચુંદડીમાં બાંધી આપ મંદિરમાં પૂજામાં મૂકી રાખો શકો છો અથવા ઘરે જઈને પાણીયારે મૂકી પછી તેનો પ્રસાદ કરી આપ સૌને વહેંચી શકો છો.
- જે વેપારીઓ પાસેથી છોલેલું શ્રીફળ મળશે તેઓની સામે પવિત્ર સ્થાનમાં સ્વચ્છતા રાખવામાં સહકાર નહિ આપવા તથા ગંદકી કરવા બદલ સરકારશ્રી ના સંબંધિત અધિકારી દ્વારા નિયમોનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
- મંદિર ટ્રસ્ટના સિક્યુરિટી ગાર્ડ શક્તિ દ્વારથી એટલે કે દુધિયા તળાવથી ચેક કરશે અને છોલેલું શ્રીફળ ઉપર લાવવા દેશે નહીં જેની નોંધ સર્વ વેપારી અને માઈ ભક્તોને લેવા વિનંતી.
- સિક્યુરિટી સાથે તકરાર કરનાર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.