ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

અંબાજી બાદ હવે ગબ્બર પર્વત પર પ્રસાદીને લઈ સર્જાયો વિવાદ , જાણો સમગ્ર મામલો

Text To Speech

ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના ગબ્બરમાં હવે ફરી પ્રસાદને લઇને વિવાદ સર્જાયો છે. ગબ્બરમાં પ્રસાદને લઈને ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. ભક્તોએ માતાજીને રાજભોગ ધરાવવા માટે અનુરોધ કર્યો છે.

ગબ્બરમાં પ્રસાદને લઇને વિવાદ

અંબાજી બાદ હવે ગબ્બર પર્વત પર પ્રસાદીને લઈ વિવાદ સર્જાયો હોવાની વિગતો સામે આવી છે. જાણકારી મુજબ ગબ્બર પર્વત પર પરિક્રમામાં આવતા મંદિરોમાં માતાજીને થાળ ધરાવવાના બદવે હવે માત્ર 80 ગ્રામ મોહનથાળનો જ ભોગ લગાવામાં આવે છે. આ કારણે ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે ભક્તોએ માંગણી કરી છે કે , શાસ્ત્રોક્ત પ્રણાલી મુજબ માતાજીને રાજભોગ ધરાવવામાં આવે છે. ફરીથી આ વિધિ વિધાનને મંદિરમાં શરૂ કરવામાં આવે.

આ પણ વાંચો : વડોદરા: MSUના હોસ્ટેલ રૂમમાં દારૂની મહેફિલ માણતા 3 વિદ્યાર્થીઓની ધરપકડ

અંબાજી મંદિરમાં પ્રસાદને લઈને સર્જાયો હતો વિવાદ

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરીને તેની જગ્યાએ ચીક્કીનો પ્રસાદ ભક્તોને આપવાનો નિર્ણય લેવામા આવ્યો હતો. જેને લઈને ભકતોમાં નારાજગી જોવા મળી હતી અને તેનો વિરોધ પણ કરવામા આવ્યો હતો. ત્યારે ઋષિકેશ પટેલે અંબાજીમાં પ્રસાદને લઈને મીડિયાને નિવેદન આપતા જણાવ્યું હતુ કે ” અંબાજીમાં પ્રસાદના સ્વરૂપે મોહનથાળ અને ચીકી બંને અપાશે”. આ સાથે મોહનથાળના પ્રસાદની ગુણવત્તામાં સુધારો કરાશે આ નિર્ણય માઈભક્તો અને સંગઠનોની આસ્થાને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યો છે,

જાણો ભક્તોની શું છે માંગણી

મહત્વનું છે કે,યાત્રાધામ અંબાજીમાં મોહનથાળ રાજભોગનો પ્રસાદ કેટલા સમય પૂર્વેથી ધરાવાય છે , માતાજીને રાજભોગ એટલે થાળ ધરાવાવની પ્રણાલી હોવાથી હાલ માત્ર 89ગ્રામ મોહન થાળ ઘરાવાતા ભક્તજનોએ રાજભોગ થાળ ધરાવવા માંગણી કરી છે.

આ પણ વાંચો : અંબાલાલ પટેલની વધુ એક આગાહી,રાજ્યમાં આગામી 48 કલાકમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના

Back to top button