એક વર્ષ બાદ બુધ-શુક્ર મેષ રાશિમાં એક સાથે, આ રાશિઓને મળશે પૈસા
- શુક્ર મેષ રાશિમાં 19 મે સુધી વિરાજમાન રહેશે. મે મહિનામાં બુધ મેષ રાશિમાં ગોચર કરશે અને લક્ષ્મીનારાયણ યોગનું નિર્માણ થશે. શુક્રનો સંબંધ માતા લક્ષ્મી સાથે માનવામાં આવે છે.
બુધ ખૂબ જલ્દી મેષ રાસિમાં ગોચર કરશે. આજે 25 એપ્રિલે વૈભવ અને સમૃદ્ધિનો કારક શુક્ર પોતાની ચાલમાં પરિવર્તન કરશે. શુક્ર મેષ રાશિમાં 19 મે સુધી વિરાજમાન રહેશે. મે મહિનામાં બુધ મેષ રાશિમાં ગોચર કરશે અને લક્ષ્મીનારાયણ યોગનું નિર્માણ થશે. શુક્રનો સંબંધ માતા લક્ષ્મી સાથે માનવામાં આવે છે. મેષ રાશિમાં બુધ અને શુક્રની યુતિથી બનેલો લક્ષ્મી નારાયણ યોગ કેટલીક રાશિઓ માટે લાભકારી સાબિત થશે. જાણો લક્ષ્મીનારાયણ યોગથી કઈ રાશિઓ પર ધન વર્ષા થશે?
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે બુધ અને શુક્રની યુતિથી બનેલો લક્ષ્મીનારાયણ યોગ ફાયદાકારક સાબિત થશે. કાર્યક્ષેત્રમાં તમને ઈન્વેસ્ટ કરવા માટે સારી ડીલ મળી શકે છે, જે પ્રોફિટેબલ પણ સાબિત થશે. તમે યાત્રા પર પણ જઈ શકો છો. ફાઈનાન્શિયલી તમે નફામાં રહેશો. લાઈફમાં રોમાન્સ રહેશે. પૂજા-પાઠમાં તમારું મન જળવાયેલું રહેશે.
મેષ રાશિ
બુધ અને શુક્રની યુતિથી બનેલો લક્ષ્મીનારાયણ યોગ મેષ રાશિના જાતકો માટે લાભદાયક રહેશે. તમને હાર્ડવર્કનું રિઝલ્ટ મળશે. સુખ-શાંતિથી ઘરનો માહોલ ખુશનુમા રહેશે. તમે લવર સાથે ડેટ પર જઈ શકો છો. ઈન્કમ વધારવા માટે તમને નવા સોર્સ મળશે. નવી જોબ મળવાની શક્યતાઓ છે.
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે બુધ અને શુક્રની યુતિથી બની રહેલો લક્ષ્મી નારાયણ યોગ શુભ માનવામાં આવે છે. આ દરમિયાન તમારું આરોગ્ય સારું રહેશે. લાઈફમાં રોમાન્સ અને એટ્રેક્શન જળવાયેલું રહેશે. નાની મોટી ટ્રિપ પર પણ જઈ શકો છો. કરિયરમાં તમને નવા ટાસ્ક મળી શકે છે. પ્રોફેશનલી અને ફાઈનાન્શિયલી તમે સ્ટેબલ રહેશો.
આ પણ વાંચોઃ Proud Moment: FTIIના વિદ્યાર્થીની ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સિલેક્ટ!